અમદાવાદ:
કોરોનાના 2 વર્ષ બાદ અમદાવાદ ખાતે રથયાત્રા યોજવા જઈ રહી છે ત્યારે ક્યાંય ચૂક ન રહી જાય તે માટે શહેર પોલીસ દ્વારા રૂટ મેપ મેગા કોમ્બિંગ હાથ ધરાયુ હતું.
કોરોનાને કારણે બે વર્ષ બાદ રૂટ પર ભક્તોની હાજરી સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે શહેર પોલીસ કમિશનરથી પીઆઈ સુધીના તમામ અધિકારીએ શનિવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ પર મેપ સાથે જ કોમ્બિંગ હાથ ધર્યું હતું. કોરોનાના કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ ભગવાન જગન્નાથ નીકળશે. જો કે ચાલુ વર્ષે રથયાત્રા કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ વગર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે પોલીસે નવા બનાવેલા એકશન પ્લાનના ભાગરૂપે શહેરના તમામ પીઆઈથી માંડીને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ શનિવારે રાતે રથયાત્રાના રૂટ પર મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ મેગા કોમ્બિંગની ખાસિયત એ હતી કે, દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે.
એક કોમ્બિંગના ભાગરૂપે દરેક ધાબા પોઈન્ટ ચેક કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોમાં કઈ-કઈ જગ્યાએ ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યા છે. તે ધાબા પોઈન્ટ કેટલા વર્ષોથી રાખવામાં આવ્યા છે અને તે ચોક્કસ જગ્યાએ રાખવા પાછળનું કારણ શું તે વિશે પીઆઈ તમામ પોલીસ અધિકારીઓને માહિતગાર રહશે અને કરાશે. ભૂતકાળમાં રથયાત્રા દરમિયાન કયા વિસ્તારમાં તોફાનો થયા હતા તેમજ રથયાત્રા સિવાયના દિવસોમાં કયા વિસ્તારમાં કેવા પ્રકારના ગુના બને છે તેમજ કયા ગુનેગારો તેમના વિસ્તારમાં રહે છે તેની માહિતી પીઆઈ તેમના ઉચ્ચ અધિકારીઓને આપશે. રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તાર, ગલી અને મહોલ્લામાં રહેતા લોકો વિશે પીઆઈ દરેક અધિકારીને માહિતગાર કરશે. જેમાં દરેક ગલી-મહોલ્લામાં કયા સમાજના લોકો, કેટલાં વર્ષથી રહે છે, તેમની ખાસિયત શું છે અને તેમની જાણકારી આપશે.
આ મેગા કોમ્બિંગમાં શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહિત શહેરના પીઆઇ, એસીપી, ડીસીપી, અધિક પોલીસ કમિશનર, સયુંકત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. થોડા સમય અગાઉ રથયાત્રા દરમ્યાન બનેલ બનાવ અહીં અમદાવાદમાં ન બનવા પામે અને રથયાત્રા શાંતિપૂર્ણ પુરી થાય તે માટે અમદાવાદ પોલીસ કોઈ પણ કસર બાકી રાખવા નથી માંગતી. અમદાવાદ પોલીસ હંમેશા સજ્જ બની આ યાત્રાના અંત સુધી સજાગ બની તત્પર રહી આ યાત્રા હેમખેમ પુરી પાડે છે. 2 વર્ષ બાદ રથયાત્રા યોજવા જઇ રહી છે ત્યારે અમદાવાદ પોલીસ ભક્તોના ઘસારાને જોતા પૂર્ણ સજાગ અને સજ્જ બની છે.
#Naritunarayani
- A.M.C
- Ahemdabad News
- Amit shah
- BJP
- Contact Us
- corona virus
- cricket
- E Paper
- Election
- gujarat police
- Gujrat news
- india
- International News
- IPL
- Media Member
- News
- PM Narendra modi
- sport
- Uncategorized
Average Rating
More Stories
Ahmedabad:72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થશે.
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:બે કલાકમાં પાસપોર્ટ,અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર બે કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો