અમદાવાદમાં હત્યા:રામોલમાં મકાન માટે પુત્રે પિતા, બહેન અને ભાણીયા પર છરીથી હુમલો કર્યો, બહેનનું મોત 

Views: 182
1 0
Spread the love

Read Time:2 Minute, 59 Second
  • મકાનમાં પિતા અને બહેન તેના પુત્ર સાથે ન રહે તે માટે અનેક ઝઘડા થયા હતા
  • રામોલ પોલીસે તપાસ હાથ ધરી

રામોલમાં દીકરાએ મકાન પડાવી લેવા માટે પિતા, બહેન અને ભાણીયા પર છરી વડે ગુરૂવારે મોડી રાત્રે હુમલો કર્યો હતો. મકાન ખાલી કરી જતાં રહો તેવું વારંવાર દીકરો કહેતો અને ઝઘડા કરતો હતો. અસંખ્ય ઘા મારતા બહેનનું મોત નિપજ્યું હતું અને પિતા તથા ભાણીયાની હાલત સારી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ગુરૂવારે રાત્રે મકાન મુદ્દે હુમલો કર્યો
રામોલ વિસ્તારના સુરેલીયા રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં નિવૃત્ત શેતાનસિંહ તેમની દીકરી સાથે રહે છે અને તેમના મકાનમાં ઉપરના માળે તેમનો દીકરો મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ (ઉ.42) અને તેની પત્ની રહે છે. ગત ગુરુવારે રાત્રિના સમયે ઘરની બહારના ભાગે શેતાનસિંહની દીકરી મનહરબેન સૂતા હતા અને તેમનો દીકરો વંશરાજ મકાનની ઉપરની ઓસરીમાં સૂતો હતો.

ભાઈએ બહેનને છરીના અસંખ્ય ઘા માર્યા
દરમિયાનમાં રાત્રિને બે વાગ્યે બૂમોનો અવાજ આવતો હતો. શેતાનસિંહ બહાર આવી જોતા મનહરબેનને તેમનો ભાઇ મદનસિંહ છરીના ઉપરા છાપરી ઘા મારી રહ્યો હતો. આ જોઇ વંશરાજ અને શેતાનસિંહ દોડ્યા અને દીકરીને બચાવવા વચ્ચે પડ્યા હતા. તે સમયે મહેન્દ્રસિંહે તે બન્નેને છરીના ઘા માર્યા હતા. વધુ બૂમાબૂમ થતા આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા અને આ જોઇ મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત પરિવારના ત્રણે સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરજ પરના ડોક્ટરે મનહરબેનને મૃત જાહેર કર્યા હતા.

બહનેને ઘર બહાર કાઢી મૂકવા માટે ઝઘડાઓ થતાં
આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. રામોલ પોલીસે આરોપીની અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે. રામોલ પોલીસે જણાવ્યુ હતુ કે, પિતા અને પતિ સાથે મનમેળ ન આવતી બહેન બંને મકાનમાં રહેતા હોવાથી બંનેને બહાર કાઢી મૂકવા અંગે મહેન્દ્રસિંહે અનેક વખત ઝઘડો કર્યો હતો અને મકાન ખાલી કરી જતા રહેવા માટે પણ જણાવ્યુ હતુ. આ બાબતે વારંવાર ઝઘડો થતો હતો.

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed