આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતુ નીકળ્યું, બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ 

Views: 189
1 0
Spread the love

Read Time:4 Minute, 55 Second

અત્યાર સુધી આપણે A,B,O અને AB ચાર પ્રકારના બ્લડ ગ્રૂપ વિશે સાંભળ્યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્સ ગુજરાતના છે. 65 વર્ષીય ગુજરાતી શખ્સમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે.

દુર્લભ બ્લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે. વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકાનરા અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર રહોય છે. જેમ કે, એ, બી, ઓ, આરએચ અને ડફી. પરંતુ સામાન્ય રીતે ચાર બ્લડ ગ્રૂપ જ ગણવામાં આવે છે. ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે. એક્સપર્ટસની માનીએ તો, આ બ્લડ ગ્રૂપ એ લોકોમાં જોવા મળે છે, જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત મળી આવે છે. EMM  બ્લડ ગ્રૂપવાળા શખાસ ન તો કોઈને રક્ત દાન કરી શકે છે, ન તો કોઈનુ રક્ત લઈ શકે છે.  

જે વ્યક્તિમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે તે રાજકોટની છે. જેમની આ બ્લડ ગ્રૂપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સન્મુખ જોશનીએ કહ્યુ કે, 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યુ કે તેઓ દેશના પ્રથમ એવા શખ્સ છે જેઓ EMM Negative બ્લડ ગ્રૂપ ધરાવે છે. હાલ તેમને લોહીની જરૂર છે, જેથી તેમની હાર્ટ સર્જરી કરાવી શકાય. પરંતુ સર્જરી કરવા માટે નવુ EMM Negative લોહી અમારી પાસે નથી. 

કેમ ગોલ્ડન કલરનું હોય છે આ લોહી
આ રક્ત દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ટાઈપ ગોલ્ડન બ્લડ છે. ગોલ્ડન બ્લડ દુનિયામાં માત્ર 43 લોકોમાં મળી આવ્યુ છે. આ પ્રકારના લોકોને જો ક્યારેય રક્તની જરૂર પડે તો તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝને આ બ્લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્યુ છે કે, તે રક્તમાં EMM એટલે કે લાલ રક્ત કોશિકાઓમાં એન્ટીજન મળી આવતુ નથી. આ રક્તને ગોલ્ડન બ્લડ પણ કહેવાય છે. આ રક્ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્ટર null હોય છે. 
પહેલીવાર ક્યારે મળ્યું
ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યુ હતું. ડોક્ટરને લાગ્યુ હતું કે, Rh-null ને કારણે તેનુ બાળક પેટમાં જ મરી જશે. 

સૌથી પહેલી તપાસ
સૌથી પહેલા 1901 માં ઓસ્ટ્રેલિયન ફિઝીશિયન કોર્લ લૈન્ડસ્ટીનરે રક્તના પ્રકાર વિશે રિસર્ચ શરૂ કર્યુ હતું. 1909 માં તેમણે બ્લડના 4 ભાગોમાં ડિવાઈડ કર્યા હતા. જેને આપણે સામાન્ય રીતે A,B,AB અને O નામથી ઓળખીએ છીએ. તેની તપાસ માટે 1930 માં તેમને નોબલ પુરસ્કાર મળ્યુ હતું.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed