કોરોના ગુજરાત:​​​​​​​રાજ્યના 17 જિલ્લા-7 મહાનગરોમાં કોરોનાના નવા કેસ, 108 દિવસે 180થી વધુ દર્દી નોંધાયા, અમદાવાદમાં 1 નું મોત 

Views: 197
1 0
Spread the love

Read Time:4 Minute, 33 Second


રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 184 નવા કેસ નોંધાયા છે. જ્યારે 112 દર્દી સાજા થયા છે. 108 દિવસ બાદ 180નો આંકડો પાર થયો છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ 230 કેસ હતાં. આજે અમદાવાદ શહેરમાં 91 નવા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દિવસ બાદ એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.03 ટકા થયો છે. છેલ્લા 8 દિવસથી કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. 11 જૂને 102 દિવસ બાદ 150થી વધુ નવા કેસ નોંધાયા હતા. અગાઉ 11 માર્ચે 162 કેસ હતા.

17 જિલ્લા અને 7 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ
વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10 તથા ગાંધીનગર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ, સુરત અને વલસાડ જિલ્લામાં 4-4, અમદાવાદ, ભરૂચ ગાંધીનગર, જામનગર અને રાજકોટ જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેર, આણંદ, ગીર સોમનાથ, અને ખેડા, મોરબી તથા નવસારી જિલ્લામાં 2-2 કેસ નોંધાયો છે. તો આજે 16 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં 991 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 685ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 775 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 991 એક્ટિવ કેસ છે, એક દર્દી વેન્ટિલેટર પર છે અને 990 દર્દીઓની હાલત સ્થિર છે.

10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત
રાજ્યમાં આજે ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

#naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed