ગુજરાતીઓ પર કુલ 7.28 લાખ કરોડની લોન, 4 માસમાં 1.40% વ્યાજદર વધતા વાર્ષિક 10192 કરોડનું ભાર વધ્યું 

Views: 177
1 0
Spread the love

Read Time:5 Minute, 54 Second
  • RBI દ્વારા રેપો રેટમાં 0.5% વધારો હોમ-ઓટો સહિતની લોન વધુ મોંઘી થશે, માસિક હપ્તામાં પણ વધારો થશે
  • RBI ગવર્નર દાસે કહ્યું, ફુગાવો 7%ની આસપાસ હોવાથી રેપો રેટમાં આક્રમક વધારો કરવાની ફરજ પડી
  • ગુજરાતમાં 1.30 કરોડ લોનધારકો, માત્ર હોમલોન પર જ ગ્રાહકોને 4,620 કરોડનો બોજો પડશે

મોંઘવારીને કાબૂમાં લેવા માટે ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે રેપો રેટ 0.5 ટકા વધારીને 5.4 ટકા કર્યો છે. આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટ વધારવામાં આવ્યો છે. મે 2022 બાદ રેપો રેટમાં 1.40 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. રેપો રેટમાં વધારો થતા ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3640 કરોડનો બોજ આવશે. જ્યારે છેલ્લા 4 માસમાં થયેલા 1.40 ટકાના વ્યાજભારણને ધ્યાનમાં લેતા વાર્ષિક 10192 કરોડનો બોજો આવશે. નિષ્ણાતોના મતે આરબીઆઇ દ્વારા કરવામાં આવેલ છેલ્લા ચાર માસના વ્યાજ વધારા સામે બેન્કો 1.50-2.00 ટકા સુધીનો વધારો આપશે. રિયલ એસ્ટેટ-ઓટો-પર્સનલ, ઔદ્યોગિક સેક્ટર માટે લેવાતી લોન મોંઘી થશે, બીજી તરફ સિનિયર સિટીઝન્સને રાહત, ફિક્સ ડિપોઝીટના વ્યાજદરમાં વધુ વધારો થશે

આરબીઆઇએ 4 મેંના 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા અને 5- ઓગસ્ટના વધુ 0.50નો વધારો કરી કુલ 1.40 ટકા વ્યાજદર વધારી દીધો છે. જેની સીધી અસર સામાન્ય લોનધારકો પર પડશે. આજના વ્યાજદર વધારા પાછળ દેશની તમામ બેન્કો હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય લોનના વ્યાજદર વધુ સરેરાશ 0.50-0.75 ટકા સુધી વધારી દેશે તે નક્કી છે. બેન્કો દ્વારા છેલ્લા 4 માસમાં કુલ 1.40 ટકાનો પણ વ્યાજ દર વધારો અમલી કરવામાં આવે તો ગુજરાતીઓ પર દર મહિને 850 કરોડનો વ્યાજ બોજો વધી જશે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ તબક્કાવાર વ્યાજદર વધારો આપી રહી છે. રેપો રેટ 0.50 ટકાથી વધીને 5.40 ટકા કર્યો છે. 

ગુજરાતીઓએ કુલ 7.28 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ, MSME તથા અન્ય પ્રકારની લોન લીધી છે. રિઝર્વ બેન્કની પહેલા મોટા ભાગની બેન્કોએ લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે. કો-ઓપરેટિવ બેન્કના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે વ્યાજ વધારો સંભવ હતો વૈશ્વિક બજારો સાથે તાલ મિલાવવો પડે તેમજ છે. ફેડ બાદ બેંકઓફ ઇંગ્લેન્ડ પણ સતત વ્યાજ વધારી રહી છે. જોકે, વિશ્વની તુલનાએ અત્યાર સુધી ભારતીય ગ્રોથ મજબૂત છે, જીએસટી કલેક્શન વધી રહ્યું હતું તેના કારણે વ્યાજદર વધારાને રિઝર્વ બેન્ક ધીમી ગતીએ વધારી રહી છે. વ્યાજ વધારા પર તમામ સેક્ટર દ્વારા નકારાત્મક અસર જોવા મળે તેવું અનુમાન છે.

4 માસમાં ગ્રાહકો પર બોજ 1.40%

વિગતરકમ1.40%વૃદ્ધિ
હોમ3300004620
ઓટો1080001512
પર્સનલ730001022
MSME1660002324
એગ્રી22000308
અન્ય29000406
કુલ72800010192

​​​​​​​ફિક્સ ડિપોઝિટ-નાની બચત, પીપીએફ પર વધુ વ્યાજ મળી શકે !

મોંઘવારીમાંથી બહાર આવવા માટે વિશ્વની સેન્ટ્રલ બેન્ક વ્યાજદર વધારાનું હથિયાર અજમાવ્યું છે. વ્યાજદર વધારાના કારણે તમામ પ્રકારની લોન પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે બીજી તરફ દેશમાં બોન્ડ યિલ્ડના દરમાં વધારો થવાથી રોકાણ સેગમેન્ટમાં ફાયદો થશે. ફિક્સ ડિપોઝિટ-પોસ્ટ ઓફિસમાં નાની બચત, પીએફ-પીપીએફ પરના વ્યાજ દર 0.25-0.50 ટકા સુધી વધી શકે છે.

  • 3.30 લાખ કરોડની હોમ લોન પર વાર્ષિક 4620 કરોડનો ગ્રાહકો પર વાર્ષિક બોજ
  • 1.30 કરોડથી વધુ ગુજરાતમાં હોમ-ઓટો, પર્સનલ, MSME, એગ્રી તથા અન્ય લોન ધારકો
  • 850 કરોડથી વધુનું વ્યાજ ભારણ છેલ્લા 4 માસમાં દર મહિને વધ્યું 

…જાણો કયા પ્રકારની લોન પર કેટલો ભાર વધશે
​​​​​​​50 લાખની હોમ લોન પર વાર્ષિક 18828નો બોજ

વિગત8.00%8.50%માસિક વૃદ્ધિવાર્ષિક વૃદ્ધિ
25 લાખ2091121696785 રૂપિયા9420 રૂપિયા
50 લાખ41822433911569 રૂપિયા18828 રૂપિયા
1 કરોડ83644867823138 રૂપિયા37656 રૂપિયા

​​​​​​​15 લાખની ઓટો લોન પર વાર્ષિક 4632નો બોજ

વિગત9.50%10.00%માસિક વૃદ્ધિવાર્ષિક વૃદ્ધિ
5 લાખ81728301129 રૂપિયા1548 રૂપિયા
15 લાખ2451624902386 રૂપિયા4632 રૂપિયા
25 લાખ4086041503643 રૂપિયા7716 રૂપિયા

​​​​​​​15 લાખની પર્સનલ લોન પર વર્ષે 4560 વધુ ચૂકવવા પડે

વિગત12.00%12.50%માસિક વૃદ્ધિવાર્ષિક વૃદ્ધિ
5 લાખ1112211249127 રૂપિયા1524 રૂપિયા
15 લાખ3336733747380 રૂપિયા4560 રૂપિયા
40 લાખ88978899921014 રૂપિયા12168 રૂપિયા

​​​​​​​

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed