પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને યુવા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ આજે વિધિવત ભાજપમાં જોડાશે. આજે સવારે 11 વાગ્યે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલની હાજરીમાં બંને કેસરિયા કરશે. તો ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ પૂજાવિધિ પણ કરશે. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરી, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કરશે.
હાર્દિક પટેલ આજે દિલ્હી જશે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા બાદ દિલ્હી પ્રયાણ કરશે
હાર્દિક પટેલે જણાવ્યું કે, દરેક સમાજ કે રાજનૈતિક જીવનની અંદર વ્યક્તિનો એક ઉદ્દેશ્ય હોય છે કે રાષ્ટ્રની સેવા થાય, પ્રદેશની સેવા થાય, જનતાની સેવા થાય, સમાજની સેવા થાય અને ચારેય મુદ્દાઓની સાથે આજે હું એક નવા અધ્યાયની સેવા કરવા જઈ રહ્યો છું. ત્યારે સ્વાભાવિક છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાલી રહેલા ભગીરથ કાર્યોમાં રામસેતુની ખિસકોલી બનીને સહયોગ આપવાનો પ્રયાસ કરીશું. આજે નિવાસ સ્થાને મા દુર્ગાનું પૂજન એટલા માટે કે રાજ્યના સુખાકારી અને સમુદ્ધિ માટે આજે મા દુર્ગાને પ્રાર્થના કરીએ. સૌનું કલ્યાણ થાય. અને ઘરની નજીક જ એજીવીપીમાં રામ શ્યામ અને ધનશ્યામનું પુજન કરીશું, ગૌ પુજન કરીશું. અને ત્યારબાદ ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો ખેસ ધારણ કરીશું. પાર્ટી માટે વધુ સારી રીતે સેવા કેમ કરી શકાય એના માટેનો પ્રયાસ કરીશું. ભરોસો છે કે સારું કામ કરીએ એટલે ધણા બધાનો સહયોગ મળે, જાહેર જીવન હોય કે સમાજિક હોય કે રાજકીય જીવન હોય.. આ તમામ પરિબળોની અંદર તમે નેતૃત્વ કરો એટલે તમને ફાયદો થાય છે.
હાર્દિકના ભાજપ પ્રવેશ વખતે જે પ્રથમગ્રાસે મક્ષીકાનો ઘાટ સર્જાશે. યુથ બીજેપીના પ્રમુખ પ્રશાંત કોરાટ અને પુર્વ પ્રમુખ ડો રૂત્વીજ પટેલ સીઆર પાટીલનુ સ્વાગત કરશે. ભાજપના પાટીદાર યુવા નેતા પ્રશાંત કોરાટ અને ઋત્વિજ પટેલ સ્વાગત કરશે. હાર્દિકની હાજરીમાં બંને યુવા પાટીદાર નેતા ભાજપ પ્રમુખનું પણ સ્વાગત કરશે. હાર્દિકને ભાજપમાં કદ પ્રમાણે વેતરવા માટે આયોજન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
એસપીજી ગુરૂકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામના દર્શન કરીને સાધુ સંતોની હાજરીમાં ગૌ પૂજા કરશે. બાદમાં કમલમ જવા રવાના થશે.
– આજે કમલમ ખાતે 12 વાગે હાર્દિક પટેલને બહારના ગાર્ડનમાં બાંધેલા સમીયાણામાં ભાજપમાં એન્ટ્રી કરશે.
– હાર્દિક પટેલના ભાજપના જોડાવાનો મામલે પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હાજર નહીં રહે
– ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિકના પ્રવેશને low profile રાખવાનો ભાજપનો પ્રયાસ
– મુખ્યમંત્રી ગાંધીનગરમાં જ હોવા છતાં હાજર નહીં રહે, મુખ્યમંત્રી હાજર નહીં રહી ને આપ્યા રાજકીય સંકેતો
– ભારતીય જનતા પાર્ટીમાં હાર્દીક પટેલનું ઉત્સાહભેર સ્વાગતના લાગ્યા પોસ્ટર
– પોસ્ટર માં હાર્દીકનો યુવા હ્રદય સમ્રાટ તરીકેનો ઉલ્લેખ
– અમદાવાદ અને ગાંધીનગરમાં હાર્દિક પટેલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
– તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.
#naritunarayani
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.