દોસ્ત દોસ્ત ના રહા…. કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિકને જિજ્ઞેશ મેવાણીએ ચોખ્ખું સંભળાવી દીધું કે.. 

Views: 202
0 0
Spread the love

Read Time:4 Minute, 21 Second

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વ્યથા રજૂ કરી હતી, અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. બે દિવસથી રાજીનામાને કારણે ચર્ચામાં રહેલા હાર્દિક પટેલ પર તેમના જ પક્ષના નેતાઓ ફીટકાર વરસાવી રહ્યાં છે. હાર્દિક પટેલના સાથી જિગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલના આ નિર્ણયને ખોટો ગણાવી નારાજગી વ્યક્ત કરી છે. જિગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતા કહ્યુ કે, ‘પાર્ટી છોડીને તમે કોંગ્રેસને ગુજરાત વિરોધી કહો છો, પણ અત્યાર સુધી કોંગ્રેસે તમને મોટા સ્ટેજ આપ્યા છે. કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યા, હેલિકોપ્ટર આપ્યા હતા. એક વાત ન માની તે તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા. ભાજપ અને RSS સામે પડ્યા તો લોકો તમારા ચાહક બન્યા. અદાણી, અંબાણી પર કેમ પ્રેમ આવ્યો તે ન સમજાયું. તમે તમારી વિચારધારાને કોમ્પ્રોમાઈઝ કરી રહ્યા છો.’
 
જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ગુજકાત સરકાર અને કેન્દ્ર સરકાર અને અસામ સરકારના કેસ થયા છતાં હુ કોગ્રેસમાં છું. ભાઇ હાર્દિક સંઘર્ષના સાથી હતા.  તેઓએ બીલો ધ બેલ્ટ વાત કરી હતી. મારુ માનવુ છે કે, તેમણે ગ્રેસફુલી પાર્ટી છોડવાની જરૂર હતી. તમે પાર્ટી છોડી એટલે કોંગ્રેસને ગુજરાત વિરોધી ચિતરવાની વાત કરો છો. પાર્ટીએ તમને પંપાળ્યા છે. મોટા સ્ટેજ આપ્યા, સ્ટાર પ્રચારક બનાવ્યા, હેલિકોપ્ટર આપ્યા. જો પાર્ટીએ તમારી એક વાત ના માની હોય તો તમે પાર્ટી છોડીને ચાલ્યા ગયા. 

તો પાટીદાર આંદોલન મુદ્દે જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે, પાટીદાર મુદ્દે સરકારે કોઇ મોટું મન નથી રાખ્યું. 14 પાટીદાર યુવાનોના જીવ લીધા છે. બહેન દીકરીઓ પર લાઠી ચાર્જ કર્યો. તમારા પર ખોટા કેસ કર્યા છે. તમારે પાર્ટી છોડતી વખતે અદાણી અને અંબાણી જોડે કેમ પ્રેમ ઉભરાયો એ સમજાતુ નથી. તમે બીજેપી અને આરએસએસ સામે એક રેખા ખેંચી હતી ત્યારે તમે લોકાના ચાહિતા બન્યા હતા. તમે તમારી વિચારધારા સાથે કોમ્પ્રોમાઅઝ કરી રહ્યા છો. બંધારણ અને સંવિધાનના મૂલ્યો તમારા લોહીમાં હોવા જેઇએ. 

તેમણે વધુમાં કહ્યુ કે, કોઇ મારું નામ ભાજપ સાથે જોડી બતાવે. તમે ભાજપ સાથે જોડાવાની વાતને નકારી શક્તા હતા. તમને રાહુલ ગાંધીએ પ્રેમ આપ્યો. વિચારધારા સાથે કરેલુ સમાધાન તમને શોભતુ નથી. કોંગ્રેસ પક્ષની ટોચની લીડર શીપે ગુજરાતમાં મૃતપ્રાય થયેલા નાના ઉદ્યોગોને કઇ રીતે જીવતી કરાય તે અંગે ચર્ચા કરી હતી. વિધાનસભાના સત્ર વખતે આદિવાસી અને પેપરલીક મુદ્દે હાર્દિક સાથે મળીને આંદોલન કર્યું હતું. મારા માટે રાહુલ ગાંધી અડધી રાત્રે જાગ્યા અને વકીલો સાથે વાત કરી હતી. એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ મારી સાથે રહ્યા હતા. તમે પાર્ટી છોડી પણ ગરીમાપૂર્ણ ભાષાનો ઉપયોગ નથી કર્યો. વિચારધારા વસ્ત્ર નથી જે ગમે ત્યારે બદલી શકો. પાર્ટીએ તમને ઘણું આપ્યું છે. પણ તમે ઇચ્છો તેમ પાર્ટી તમારા ચરણોમાં ન પડે. ત્રણ વર્ષ બાદ તમને પાર્ટીમાં જાતિવાદનું રાજકારણ દેખાયું. 

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed