રાજસ્થાનના કન્હૈયાની જેમ ગુજરાતી યુવકને મળી મોતની ધમકી, કહ્યું-તારું પણ ગળુ કાપી નાંખીશું 

Views: 198
3 0
Spread the love

Read Time:2 Minute, 28 Second

ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા જ ગુજરાતના યુવકને ધમકી મળી છે. સુરતમાં એક યુવકને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ત્યારે યુવકે આ મામલે પોલીસનો સંપર્ક કર્યો છે. એફઆઈઆર નોંધાયા બાદ યુવકને ગનમેનની સુરક્ષા આપવામા આવી છે. 

સુરતના રહેવાસી યુવક યુવરાજ પોખરણાને માથુ વાઢી નાંખવાની ધમકી મળી છે. પોખરાનાનું કહેવુ છે કે, તેમના પૂર્વજ ઉદયપુરના રહેવાસી છે અને તેઓ દરજીની હત્યાથી વ્યથિત છે. મેં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં એક કોમેન્ટ કરી હતી. જેના બાદ મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. મને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. તેથી મેં સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને એફઆઈઆર નોંધાવી છે. મેં મારા પરિવાર માટે પોલીસ સુરક્ષાની માંગ કરી છે. 

ધમકી આપનાર યુવકનું નામ ફૈઝલ
યુવરાજ પોખરણાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.  ફૈઝલ નામના યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર યુવકે લખ્યું હતું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.

એક કોમેન્ટ પર મળી ધમકી
યુવરાજ પોખરણાએ કહ્યુ કે, મેં કોમેન્ટ કરી હતી કે, એક સમુદાયના વિશેષ લોકો દ્વારા કન્હૈયાલાલની બરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેનાથી એ સમુદાયના લોકો નારાજ થયા છે. તેથી મને જાનથી મારી નાંખવાની ધમકી મળવાની શરૂ થઈ છે. 
ઉલ્લેખની છે કે, સોમવારે ઉદયપુરના ધનમંડી શહેરમાં કન્હૈયા લાલની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે લોકોએ તેની ચાકૂથી ગળુ કાપીને હત્યા કરી હતી. હત્યારાઓએ આ ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યુ હતું કે, ઈસ્લામના અપમાનનો બદલો લેતા રહીશું. બાદમાં બંને આરોપીઓની રાજસમંદથી ધરપકડ કરવામાં આવી હતી. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed