વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, હરણીમાં 400 થી વધુ પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો! ટ્રક ડ્રાઈવરની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ 

Views: 193
1 0
Spread the love

Read Time:3 Minute, 51 Second

વડોદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલની મોટી કાર્યવાહી
હરણી પોલીસ મથકના વિસ્તારમાંથી મોટી માત્રા દારૂનો જથ્થો ઝડપાયો
માજીસા હોટલના પાર્કિગમાં પાર્ક ટ્રકમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે 400થી વધુ પેટી દારૂ ઝડપી પાડ્યો
ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કરાયો

રાજ્યભરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અવાર નવાર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગઈ કાલે મોડી રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વડોદરાની એક હોટેલમાં દરોડો પાડીને પાર્કિંગમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી લાખોની કિંમતનો 400થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

હરણી પોલીસ મથકનાં હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમનો સપાટો
વડોદરામાં અવાર નવાર સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂ અને જુગાર ધામો પર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરિ એક વખત વડોદરાની પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે ગોલ્ડ ચોકડી પાસે આવેલી માજીસા હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી લાખોની કિંમતનો દારૂ છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સ્થળ પર દરોડો પાડી માજીસા હોટલના પાર્કિંગમાં પાર્ક ટ્રકમાંથી 400થી વધુ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રક ડ્રાઈવરની પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ટ્રક ચાલકની ધરપકડ કરીને હરણી પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત

દારૂ કુખ્યાત બૂટલેગર વિનોદ સીંધીનો હોવાનો ખુલાસો
મહત્વનું છે કે હરણી પોલિસ મથકના વિસ્તારમાંથી આટલી મોટી માત્રા દારૂનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. 18 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતનો આ દારૂનો જથ્થો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુખ્યાત બૂટલેગર વિનોદ સિંધિનો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હરણી પોલિસ મથકે ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાલ રાજ્યભરમાં જુદા જુદા સ્થળ પર દારૂના અડ્ડા અને જુગાર ધામો પણ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed