
ગાંધીનગર: આજે SEOC ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે કહ્યું હતું કે હવામાન વિભાગની આગહી મુજબ આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૮.૩૨ ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં ૩૬.૬૨૫ ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૫,૪૧,૭૦૬ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની ૧૩ ટીમ અને વિવિધ ૧૬ જિલ્લાઓમાં SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત છે.
રાહત કમિશનરે વધુમાં કહ્યું હતું કે પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે. તેમણે કહ્યું હતું કે નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લામાં પુનર્વસનની કામગીરીમાં વધુ ઝડપ આવે તે માટે આરોગ્ય, સફાઇ, કૃષિ, મકાન અને ઘરવખરી સહિતના સર્વે માટે અંદાજે કુલ ૧૦૨૬ ટીમો કાર્યરત છે તેમ રાહત કમિશનરશ્રીએ વિગતો આપતાં ઉમેર્યુ હતું. રાહત કમિશનરશ્રીએ સમગ્ર વહીવટી તંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, હવાઇદળ અને સ્થાનિકોના સહયોગથી કરાયેલી બચાવ અને પુનર્વસનની કામગીરીની પ્રશંસા કરી તમામનો આભાર માન્યો હતો.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ, હવામાન વિભાગના નિયામકશ્રી મનોરમા મોહંતી, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.