શુક્રવારથી 15 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં વધુ બે લૉ-પ્રેશર રચાશે 

Views: 169
1 0
Spread the love

Read Time:1 Minute, 18 Second

આગામી દિવસોમાં મોન્સુન ટ્રફ દક્ષિણ તરફ આગ‌ળ વધવાની સાથે બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાતા રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થશે. શુક્રવારથી 15 ઓગસ્ટ સુધી વરસાદનો ચોથ રાઉન્ડ શરૂ થશે જેમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની વકી છે. બુધવારે કુબેરનગરમાં મોડી સાંજે 1 ઈંચ વરસાદ પડતાં કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, મોનસૂન ટ્રફ આગામી દિવસોમાં ક્રમશ આગળ વધીને તેની સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં સરકશે. તેની સાથે સાથે 10-15 દિવસ સુધી બંગાળની ખાડીમાં એકથી વધુ લો પ્રેશર રચાવાથી રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે. 

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ સામાન્ય કે તેથી વધુ રહી શકે છે. તેમાંય ખાસ કરીને ઓગસ્ટમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની શક્યતા છે. 31 જુલાઈ સુધી રાજ્યમાં સિઝનનો 70% વરસાદ પડી ચૂક્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed