સાબરમતી સહિત 15 સ્ટેશન પર જનરલ ટિકિટ વેચવાનું કામ ખાનગી કંપની કરશે 

Views: 208
1 0
Spread the love

Read Time:2 Minute, 53 Second

સરકાર દ્વારા રેલવેમાં ખાલી પડતી જગ્યાઓ સરેન્ડર કરવાની સાથે અનેક કામગીરી ખાનગી કંપનીઓને સોંપવામાં આવી છે. અમદાવાદ ડિવિઝનમાં જનરલ ટિકિટોનું વેચાણ ખાનગી વ્યક્તિઓ કે કંપનીઓને સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં પ્રથમ તબક્કામાં રેલવે દ્વારા મણિનગર, સાબરમતી સહિત ડિવિઝનના 15 સ્ટેશનો પર જનરલ ટિકિટોના વેચાણ માટે સ્ટેશન ટિકિટ બુકિંગ એજન્ટ (એસટીબીએ)ની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મણિનગર સ્ટેશન પર એક વર્ષ માટે જ્યારે સાબરમતી સહિત અન્ય સ્ટેશનો પર હાલ ત્રણ વર્ષ માટે એસટીબીએની નિમણૂક કરાશે.

સરકાર દ્વારા રેલવે ટ્રેક તેમ જ સ્ટેશન નિર્માણ, સફાઈ, ઓનબોર્ડ હાઉસ કિપીંગ સ્ટાફ, ગેટમેન સહિત અનેક ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને કામગીરી સોંપવામાં આવી છે. હવે રિઝર્વેશન ટિકિટનું વેચાણ લગભગ 80 ટકા ઓનલાઈન થઈ રહ્યું છે. ત્યારે હવે રેલવે દ્વારા જનરલ ટિકિટોના વેચાણ માટે પણ ખાનગી કંપનીઓને કામગીરી સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના માટે અરજદાર 18 વર્ષથી વધુ ઉંમરનો અને ઓછામાં ઓછુ ધો. 10 પાસ હોવો જોઈએ. સાથે જ કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાનું પ્રમાણપત્ર સ્થાનિક પોલીસ મથકમાંથી મેળવી અરજી સાથે રજૂ કરવાનું રહેશે. થોડા સમય પહેલા સ્ટેશનો પર ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ લોકો તરફથી પ્રતિસાદ ન મળતા હાલ તમામ મશીનો ધૂળ ખાઈ રહી છે.

મણિનગર સ્ટેશન પર સવારે 6થી 2 સુધી એજન્ટો રહેશે
મણિનગર સ્ટેશન પર પશ્ચિમ બાજુએ બે કાઉન્ટર માટે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી એસટીબીએની નિમણૂક કરાશે. સાબરમતી અને કલોલ સ્ટેશન પર સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી, આંબલીરોડ સ્ટેશન પર બપોરે 2થી રાતે 10 વાગ્યા સુધી, આદિપુર પર રાતે 10થી સવારે 8 વાગ્યા સુધી, ડાંગરવા પર સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી, ડભોડા પર સવારે 7થી બપોરે 12 વાગ્યા અને સાંજે 4થી રાતે 9 વાગ્યા સુધી ભંકોડા, છારોડી, દેત્રોજ સહિતના અન્ય સ્ટેશન પર ચોવીસ કલાક એસટીબીએની નિમણૂક કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed