20-20 ક્રિકેટ વર્લ્ડકપમાં મોટો ઉલેટફેર નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું.

Views: 310
1 0
Spread the love

Read Time:2 Minute, 13 Second

20-20 ક્રિકેટ વર્લ્ડકપમાં મોટો ઉલેટફેર

નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપમાંથી બહાર

દક્ષિણ આફ્રિકાની હારથી ભારતે સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચીત બનાવી

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. નેધરલેન્ડની જીતે ગ્રુપ 2 ના સમીકરણો બદલી નાખ્યા. ભારત સીધું સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

એડિલેડમાં નેધરલેન્ડે પહેલા 158 રન બનાવ્યા હતા. જે બાદ આફ્રિકાના બેટ્સમેનો 145 રન પર જ સમેટાઈ ગયા હતા.

હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વિજેતા ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. બંને વચ્ચેનો મુકાબલો એડિલેડમાં શરૂ થઈ ગયો છે.

ગ્રુપ-2 ના 3 સમીકરણો જુઓ

1. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ટોપ પર છે. તેણે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 4 મેચ બાદ તેના ખાતામાં 6 પોઈન્ટ છે. ટીમે 3 જીત મેળવી છે. જ્યારે એક મેચ હારી છે. તેણે આજે ઝિમ્બાબ્વે સામે મેચ રમવાની છે.

2. નેધરલેન્ડ સામે હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખાતામાં 5 પોઈન્ટ છે. ટીમ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. મેચ રદ થવાની સ્થિતિમાં જ આફ્રિકા માટે ટોપ-4નો દરવાજો ખુલશે.

3. નેધરલેન્ડની જીત બાદ પાકિસ્તાન-બાંગ્લાદેશ માટે તક બની ગઈ છે. બંનેની પાસે સમાન 4-4 પોઈન્ટ છે. એવામાંઆગામી મેચ જીતનારી ટીમ ટોપ-4માં પહોંચી જશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3816
0 0
1 min read