24 કલાકમાં 216 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર, 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 

Views: 165
1 0
Spread the love

Read Time:2 Minute, 57 Second

ગુજરાતમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર,બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યમાં 23 જૂલાઈના સવારના 6 વાગ્યાથી 24 જૂલાઈના સવારના 6 વાગ્યા સુધીમાં 216 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 8 તાલુકામાં 4થી 7 ઇંચ મેઘ મહેર થઈ છે. જ્યારે સીઝનનો સરેરાશ 21 ઇંચ એટલે કે 64 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ પડ્યો છે.

દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમમાં હાલમાં 58.54% પાણીનો જથ્થો
ચોમાસાની પહેલી સીઝનમાં ગુજરાતમાં ખાલીખમ થયેલા ડેમમાં નવાં નીર આવ્યાં છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54% પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો હોવાથી માત્ર 21.39% ટકા જ પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતમાં 42.75%, દક્ષિણ ગુજરાતમાં 71.92%, કચ્છમાં 67.94% અને સૌરાષ્ટ્રમાં 54.67% પાણીનો જથ્થો છે, જ્યારે સરદાર સરોવરમાં 58.58% પાણીનો જથ્થો છે. રાજ્યમાં 206 જળાશયમાંથી 50 જળાશય 90 ટકાથી વધુ ભરાયાં છે તેમને હાઈએલર્ટ પર રખાયાં છે, જ્યારે 10 જળાશય 80થી 90 ટકા સુધી ભરાતાં તેમને એલર્ટ પર રખાયાં છે. 14 જળાશયમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો હોવાથી તેમને વોર્નિંગ પર રખાયાં છે તેમજ 132 જળાશયમાં 70 ટકાથી ઓછું પાણી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed