KHEDA:જાણો સમગ્ર ઘટના ?
ખેડા જિલ્લાના માતરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતરના ત્રાજ ગામમાં મંદિરથી દર્શન કરી ઘરે પરત ફરતી યુવતીનું ગળું કાપીને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. યુવતી બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાને ઠંડું પીણું ખરીદતી હતી. ત્યાંજ એકાએક એજ ગામના 46 વર્ષીય રહેવાસી રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલે કોઈ કારણસર કૃપાની છરીથી ગળું કાપીને હત્યા કરી હતી . આટલું જ નહિ આ પછી પણ તેને હાથ પર છરીના અનેક ઘા પણ કર્યા હતા. દુકાનની આજુબાજુ લોહી જ લોહી થયી ગયું હતું. આ ઘટના બાદ આસપાસના લોકોએ આરોપીને ઝડપીને માતર પોલીસના હવાલે કર્યો હતો. તોહ બીજી બાજુ દર્દથી પીડિત કૃપાને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે એ પહેલાં જ તે મૃત્યુ પામી ગયી હતી .
આ ઘટના પછી ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. માતર પોલીસને જાણ થતા પોલીસીનું કાફલુ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી.હાલ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરે છે. ગામના લોકોમાં આ ઘટના પછી ખુબ જ રોષે ભરાયા હતા.ગ્રામજનોએ એવી માંગ કરી છે કે આરોપીને જાહેરમાં સજા આપવામાં આવે. હાલ આ આરોપીએ કયા કારણસર હત્યા કરી છે તે હજી પણ અકબંધ જ છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો હત્યા પાછળનું કારણ ?પોલીસ પુછપરજ દરમિયાન આરોપી રાજુ ઉર્ફે રાજેશ પટેલએ જણાવ્યું હતું કે આરોપીની ભત્રીજી અને મુર્તક કિશોરી સાથે ભણતાં હતા.નાનપણ થી જ આરોપીને અને કિશોરી એકબીજાને જાણતા હતા. છેલ્લા કેટલાક સમયથી કિશોરીને આરોપીના બદઇરાદાની જાણ થતાં તેને ઘરે આવાનું બંધ કરી દીધું હતું.કિશોરીએ ઘરે આવાનું બંધ કરતા આરોપીને લાગ્યું કે કિશોરી તેને અણદેખુ કરી રહ્યી છે . આ વાત તેને સહન ન થતાં આરોપીએ આ કૃત્યને અંજામ આપ્યું હતું.આરોપી એક તરફ પ્રેમમાં હતો જેને લઈને તે આ કૃત્ય કર્યું હતું. હવે મુર્તકના પરિવારજનોને ન્યાય મળે એ રીતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.