breaking news :મુખ્યમંત્રીએ રખડતા ઢોરોના ત્રાસને નિયત્રંણમાં કરવા કરી જરૂરી કાર્યવાહી , જાણો કેવી રીતે આ મામલે તંત્ર થયું સતર્ક ..?

Views: 174
0 0
Spread the love

Read Time:2 Minute, 11 Second

breaking news :ગઈકાલે એટલે કે બુધવારે યોજાયેલ કેબિનેટની બેઠકમાં રાજયની હાલની સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહ્યી હતી. આ ચર્ચામાં મુખ્યમંત્રીએ રખડતાં ઢોરોના ત્રાસ પર નિયંત્રણ લાવવા તંત્રને ટકોર કરી હતી. મુખ્યમંત્રી ની ટકોર પછી અન્ય મંત્રીઓએ પણ આ બાબતને ગંભીરતાથી લઈને ચર્ચા શરુ કરી હતી.

રખડતા ઢોરોનો ત્રાસને નિયંત્રણમાં લાવવા કઈ રીતે કાર્યવાહી કરાશે ?
મુખ્યમંત્રીની ટકોર બાદ તંત્રએ રખડતાં ઢોરોના ત્રાસને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરી રહ્યી છે.આ કાર્યવાહી કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે .આવતા સમયમાં જલ્દી જ તમામ જિલ્લા અને શહેરી વહીવટી વડાને રખડતાં ઢોરો ને પકડીને કડક કાર્યવાહી કરવા સૂચના અપાશે. જેથી કરીને ઢોરોના ત્રાસ પર અંકુશ લગાવી શકાય.

રખડતાં ઢોરે પૂર્વ મુખ્યમંત્રીને અડફેટે લીધા બાદ તંત્રએ બતાવી સતર્કતા
થોડા દિવસ પહેલા જ મહેસાણાના કડી ખાતે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રેલી દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા તેમને તાતલ્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે સ્થાનિક DYSP દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ ઢોર નિયત્રંણ અંગે તપાસ અને કાર્યવાહી અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે ?

ઢોરોના ત્રાસ અંગે સૌથી વધુ વિરોધ નીતિન પટેલએ જ કર્યો છે .
ઢોરોના ત્રાસને નિયંત્રણમાં કરવા સૌથી વધુ સમયે દંડનીય જોગવાઈ મુદ્દે સૌથી વધારે વાર અને સૌથી પહેલો વિરોધ પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed