ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય ન બન્યુ તે થશે, વિદ્યાર્થીઓ સંભાળશે ગુજરાતની બાગડોર 

Views: 196
1 0
Spread the love

Read Time:3 Minute, 9 Second

ગાંધીનગર :ગુજરાત વિધાનસભામાં જલ્દી જ ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાનું ખાસ સત્ર મળશે. જેનું સંચાલન એક દિવસના વિધાનસભા અધ્યક્ષ કરશે. સાથે જ કોઈને એક દિવસ માટે સીએમ અને ધારાસભ્ય બનવાનો મોકો મળશે. અને તેઓ સવાલ જવાબ પણ કરશે.

રાજ્યના પહેલા મહિલા વિધાનસભા અધ્યક્ષ નિમાબેનના માર્ગદર્શન નીચે ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક સત્ર મળવા જઈ રહ્યું છે. એક દિવસના આ સત્રમાં વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને ધારાસભ્ય તરીકે વિદ્યાર્થીઓ હશે.

વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યુ કે, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ આ ખાસ સત્રમાં ભાગ લેશે. યુવાનો વિધાનસભાની કાર્યપદ્ધતિ સમજે અને લોકશાહીને વધુ જાણે એ માટે આ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે. જલ્દી જ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થશે. આ સત્રમાં પ્રશ્નોતરી કરવામાં આવશે અને જે-તે વિભાગના મંત્રી નિમાયેલા વિદ્યાર્થીઓ તેનો જવાબ પણ આપશે. આ કાર્યવાહી નિહાળવા માટે લોકોને આમંત્રણ પણ આપવામાં આવશે. જલ્દી જ મળનારું આ સત્ર સિમાચિન્હ સમાન બની રહેશે.

આગામી જુલાઈ મહિનામાં આ એક દિવસીય સત્રનું આયોજન કરાશે. જેમાં વિદ્યાર્થીઓ ધારાસભ્યો બનશે. આ એક પ્રકારનુ યુવા સંસદ હશે. જેમાં ધોરણ-11 અને ધોરણ-12માં અભ્યાસ કરતા 182 વિદ્યાર્થીઓને ધારાસભ્યો બનાવાશે. રાજ્યના ખૂણેખૂણેથી વિદ્યાર્થીઓની પસંદગી કરાશે. આ વિદ્યાર્થીઓમાઁથી એકને મુખ્યમંત્રી બનાવાશે. તો એક વિપક્ષ નેતા બનશે. જે રીતે ગુજરાત વિધાનસભા ચાલે છે તે જ રીતે વિદ્યાર્થીઓ એક દિવસ માટે વિધાનસભા ચલાવીને તેનો અનુભવ લેશે. સમગ્ર કાર્યક્રમની જવાબદારી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપાઈ છે. આ એક દિવસમાં વિધાનસભા સત્ર યોજાશે. જેમા વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરી શકશે, અને જવાબ માંગશે. 

આગામી સમયમાં 18 વર્ષ કે તેથી વધુ વયના થશે અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે, ત્યારે લોકશાહી પ્રથા અને રાજકીય ગતિવિધિ વિશે વાકેફ થઈ શકે એ માટે વિધાનસભા તંત્ર દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

#naritunarayani

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed