Breaking news:સોમવારે કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદોમાં અજાન માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. હાઈ કોર્ટે કહ્યું કે, લાઉડ સ્પીકર પર અજાનથી અન્ય ધર્મોના લોકોના મૌલિક અધિકારનું કોઈ પણ રીતે ઉલ્લંઘન થતું નથી. કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદોને અજાન પર રોકનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. જો કે, હાઈકોર્ટે અધિકારીઓને લાઉડ સ્પીકરો સાથે સબંધિત ધ્વનિ પ્રદૂષણ નિયમ લાગુ કરવા તેમજ અનુપાલન રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જોકે, કાર્યકારી ચીફ જસ્ટિસ આલોક આરાધેની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે બેંગલુરુના રહેવાસી મંજુનાથ એસ. હલવરની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. અને આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અજાન આપવી એ મુસ્લિમોની ખુબ જ આવશ્યક ધાર્મિક પ્રથા છે.અન્ય ધર્મોમાં માનનારા લોકોને અજાનનો અવાજ પરેશાન કરે છે.
હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું છે કે, ભારતીય બંધારણની કલમ 25 અને 26 સહિષ્ણુતાના સિદ્ધાંતોનું પ્રતીક છે જે ભારતીય સભ્યતાની વિશેષતા માનવામાં આવે છે. ભારતીય બંધારણની કલમ 25 (1) લોકોને સ્વતંત્ર રૂપે પોતાના ધર્મોને માનવાનો અને તેનો પ્રચાર કરવાનો મૌલિક અધિકાર પ્રદાન કરે છે. કોર્ટે કહ્યું કે, ઉપરોક્ત બાબત અધિકાર મુજબ સંપૂર્ણ અધિકાર નથી પરંતુ જાહેર વ્યવસ્થા,સ્વાસ્થ્યના, નૈતિકતા મામલામાં ભારતીય બંધારણના ભાગ 3 ની અન્ય જોગવાઈઓ હેઠળ પ્રતિબંધોને આધીન છે.
કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, એ તર્કનો સ્વીકાર કરવામાં આવશે નહિ કે, અજાનનો અવાજ અરજદારોની સાથે-સાથે અન્ય ધર્મોના લોકોને પ્રાપ્ત મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.