August 15, 2026

Nari Tu Narayani

News Website

અહીંથી રાજેન્દ્રભાઈના મંત્રીપદને લાગી નજર:લેન્ડ-જેહાદ શોધ્યો, તિરંગાયાત્રામાં કેજરીવાલનું ભાષણ વાગ્યું ને રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસૂલમંત્રીપદ ઝૂંટવી લેવામાં આવ્યું! 

Views: 290
1 0
Spread the love

Read Time:2 Minute, 53 Second

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. ત્યારે જ મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ-મકાનમંત્રી પૂર્ણેશ મોદી પાસેથી આ મહત્ત્વના વિભાગો છીનવી લેવાયા છે. રાજ્યમાં ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે હવે રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા માટે સાયન્સસિટી સહિતના જે પ્રોજેક્ટ જાહેર કર્યા છે એનું શું થશે એની ચર્ચા જાગી છે. વડોદરાની રાવપુરા બેઠક પરના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ જ પ્રથમ વખત લેન્ડ-જેહાદ શોધ્યો હતો. બાદમાં તિરંગાયાત્રામાં કેજરીવાલનું ભાષણ વાગતાં જાણે તેમના મંત્રીપદને લાગ્યું હોય એમ હાઇકમાન્ડ દ્વારા તેમનું મંત્રીપદ ઝૂંટવી લેવામાં આવ્યું હતું.
એક વર્ષ પહેલાં નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું
કોરાનાકાળ બાદ ગુજરાતમાં હાઇકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ મંત્રીઓનાં રાજીનામાં લઇ લેવાયાં હતાં. બાદમાં સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને તેમની સાથે આખું નવું મંત્રીમંડળ રચવામાં આવ્યું હતું, જેમાં રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલમંત્રીની સાથે કાયદામંત્રી પણ બનાવાયા હતા. જોકે એના એક વર્ષમાં જ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ મંત્રાલયપદેથી હાઇકમાન્ડ દ્વારા રાજીનામું માગી લેવામાં આવ્યું અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને એનો હવાલો સોંપાયો. એવી જ રીતે સુરતના પૂર્ણેશ મોદી પાસેથી પણ માર્ગ-મકાન વિભાગ લઇ લેવામાં આવ્યો છે.

આગામી ચૂંટણીમાં રાજેન્દ્ર ત્રિવેદીને ફરી ટિકિટ મળશે?
આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ‘નો રિપીટ’ થિયરી અપનાવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જે રીતે ભાજપના ગઢ વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું ઝૂંટવી લેવામાં આવ્યું છે, એ જોતાં આગામી ચૂંટણીમાં ભાજપ તેમને પણ ‘નો રિપીટ’ થિયરી હેઠળ લાવે તો નવાઇની વાત નહીં હોય. બાકી તો તેમનું નામ પણ છેલ્લી ઘડીએ કપાઈ શકે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love