શ્રાવણ મહિના દરમિયાન મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાંથી ફરાળી વાનગીઓ સહિત કેટલાક ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા પછી 24 ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. જેમાંથી 14 તો ફરાળી વસ્તુના છે. જેમાં રાજગરાનો લોટ, સાબુદાણા, ફરાળી ચેવડાનો સમાવેશ થાય છે.

41 ખાદ્ય પદાર્થના નમૂના તપાસ માટે મોકલ્યા છે
બીજી તરફ ગણપતિ ઉત્સવમાં વેચાણ માટે મુકાયેલા મોદક, ચુરમાના લાડુ સહિત 41 ખાદ્ય પદાર્થના નમૂના તપાસ માટે મોકલ્યા છે. જો કે, હવે ગણપતિ ઉત્સવ પૂરો થઈ ગયો છે પણ તેનો રિપોર્ટ આપવાનો હજુ બાકી છે. ઓગસ્ટમાં 213 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 24 નમૂના અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે. વસ્ત્રાપુરના સૌરાષ્ટ્ર ગાંઠીયા અને બોડકદેવના દાસ સુરતી ખમણના સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવાતું તેલ આરોગ્ય માટે હાનિકારક હોવાનું રિપોર્ટમાં જણાયું છે.
95 એકમોની તપાસ કરી 52 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો
મ્યુનિ. હેલ્થ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં મોદક, ચુરમાના લાડુ, ફરસાણ, નમકિન, મીઠાઇ, બેકરી પ્રોડક્ટ, બેસન, દૂધની બનાવટો સહિત અન્ય ખાદ્યપદાર્થ મળી 41 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. 95 એકમોની તપાસ કરી 52 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો, જ્યારે 20 લિટર પ્રવાહી ઢોળી દેવામાં આવ્યું હતું.
ફરાળી ચેવડો, રાજગરાનો લોટ, સાબુદાણાના સેમ્પલ તપાસમાં ફેઈલ
| દુકાનનું નામ | ખાદ્ય પદાર્થ |
| બજરંગ ચવાણા, સ્વીટ માર્ટ, વેજલપુર | ગાંઠિયા |
| શ્રી કરધર ચવાણા માર્ટ, વટવા | ફરાળી ચેવડો |
| તુલસી ગૃહ ઉદ્યોગ, શાહીબાગ | રાજગરાનો લોટ |
| આરતી ગૃહ ઉદ્યોગ, કઠવાડા | ફરાળી લોટ |
| જૈન સુપર બજાર, આંબાવાડી | તલ |
| સદગુરૂ ટ્રેડીંગ કંપની, કલાપીનગર | સિંગતેલ |
| મુનલાઇટ ટ્રેડર્સ, કાલુપુર | સોયાબીન તેલ |
| ખેતપાલ ચવાણા માર્ટ, અસારવા | પામોલીન |
| સૌરાષ્ટ્ર ગાંઠિયા એન્ડ સ્વીટસ, વસ્ત્રાપુર | કૂકિંગ તેલ |
| દાસ સુરતી ખમણ, બોડકદેવ | કૂકિંગ તેલ |
| માતેશ્વરી ચવાણા ભંડાર, વેજલપુર | ફરાળી ચેવડો |
| દુકાનનું નામ | ખાદ્ય પદાર્થ |
| રણછોડરાય ફ્લોર ફેક્ટરી, જોધપુર | ભુંગળા |
| ભૈરવ ચવાણા માર્ટ, ગુપ્તાનગર | ફરાળી ચેવડો |
| આનંદ સ્વીટ, કાલુપુર | કેસર પેંડા |
| બંસીલાલ નગીનદાસ & સન્સ, આસ્ટોડિયા | કેસર પેંડા |
| શ્રી ભેરૂનાથ ચવાણા માર્ટ, અમરાઇવાડી | ફરાળી ચેવડો |
| કોમલ સ્ટોર્સ, ઇસનપુર | રાજગરાનો લોટ |
| જય ભેરૂનાથ ચવાણા માર્ટ, ઓઢવ | કેળા વેફર્સ |
| શ્રી રામદેવ ગૃહ ઉદ્યોગ, જગતપુર | મોરૈયો |
| મહાવીર અનાજ ભંડાર, બાપુનગર | સાબુદાણા |
| શુભ ટ્રેડર્સ, ભાઇપુરા | રાજગરાનો લોટ |
| ખોડિયાર સુપર માર્કેટ, નરોડા | રાજગરાનો લોટ |
બોડકદેવમાં દાસ સુરતી ખમણનું તેલ પણ તપાસમાં અપ્રમાણિત
મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારમાંથી વિવિધ ફરાળી વાનગી સહિત ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા. બોડકદેવમાં આવેલા દાસ સુરતી ખમણમાંથી કૂકિંગ તેલનું સેમ્પલ લીધું હતું. જે અપ્રમાણિત ઠર્યું છે. ફરસાણમાં એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરાતો હતો.

Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.