જૂનાગઢ સમસ્યાઓનું મહાનગર:માત્ર 50 મિનીટના વરસાદમાં મોતીબાગનો રોડ ફરી ધોવાયો, રસ્તા પર રખડતા ભટકતા પશુનો જમાવડો 

Views: 184
1 0
Spread the love

Read Time:4 Minute, 15 Second
  • તૂટેલા રસ્તા, રસ્તા પર રખડતા ભટકતા પશુનો જમાવડો, જોષીપરા અન્ડરબ્રિઝ સ્વિમીંગ પુલમાં ફેરવાની સમસ્યા જૈ સૈ થે

જૂનાગઢમાં અબજો રૂપિયાની ગ્રાન્ટ મળવા અને વપરાવા છત્તાં પ્રાથમિક સુવિધા માટે લોકોને હજુ વલખા મારવા પડી રહ્યા છે. ખાસ તો તૂટેલા, ભાંગેલા, ખાડા ખડબા વાળા રસ્તા, ફિલ્ટર વગરનું વિતરણ થતું પીવાનું પાણી, નવા ભળેલા અનેક વિસ્તારોમાં તો પાણી જ વિતરણ થતું નથી, સફાઇના ધાંધીયા,અવાર નવાર બંઘ રહેતી સ્ટ્રીટ લાઇટ, ગટર, વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ જોષીપરા અન્ડર બ્રિઝ સામાન્ય વરસાદમાં જ સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જવાની સમસ્યા વર્ષોથી છે અને હજુ જૈ સે થે છે. આમાં લેશમાત્ર ફેર પડ્યો નથી. ખાસ કરીને મોતીબાગ પાસેના રોડમાં પણ માત્ર 50 મિનીટના વરસાદમાં જ ધોવાણ થઇ ગયું છે અને ફરી ખાડા પડી ગયા છે.

ખરાબ રસ્તાને લઇ લોકોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યા 
જૂનાગઢ શહેરમાં છેલા ઘણા સમયથી રસ્તાઓને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખરાબ રસ્તાને લઇ લોકોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યા હતા. તેમના કારણે તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે લાખો રૂપિયાના ખર્ચે કાકરી નાખવામાં આવી હતી.જોકે, વરસાદના કારણે લાખો રૂપિયાના ખર્ચે રસ્તા ઉપર નાખવા આવેલ કાકરીનું પણ ધોવાણ થઇ જતા લોકોને ફરી રસ્તાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે શહેરમાં માત્ર 3 ઇંચ વરસાદ પડ્યો ત્યાં રોડ તૂટી ગયો ત્યારે એકીસાથે 10 ઇંચ વરસાદ પડે તો શું થાય? તેની તો કલ્પના જ કરવી રહી. એજ રીતે રસ્તા પર રખડતા ભટકતા પશુનો ત્રાસ પણ યથાવત રહેવા પામ્યો છે.

અહિં કાયમી પશુનો જમાવડો રહે છે
સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ શહેરમાં રખડતા ભટકતા પશુ પકડવાની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે હાલમાં કામગીરી ઠપ્પ થઇ ગઇ હોય કે મંદ પડી ગઇ હોય શહેરના કલેકટર કચેરી, ખામધ્રોળ વિસ્તાર, બસ સ્ટેશન રોડ, મોતીબાગ, મધુરમ બાયપાસ, ઝાંઝરડા રોડ, કાળવા ચોક સહિતના અનેક વિસ્તારોમાં રખડતા ભટકતા પશુના ટોળા જોવા મળી રહ્યા છે. જાણે પશુઓ રસ્તા રોકો આંદોલનમાં ઉતર્યા હોય તેમ રસ્તો રોકીને ઉભા રહી જાય છે. ક્યારેક વાહન ચાલકોને હડફેટે પણ લઇને ઇજાગ્રસ્ત બનાવે છે.

12 કલાક પછી પણ અન્ડરબ્રિઝ સ્વિમીંગ પુલ?!!
જોષીપરા અન્ડર બ્રિઝ થોડા વરસાદમાં જ સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જાય છે. સોમવારે પડેલા વરસાદ બાદ જોષીપરા અન્ડરબ્રિઝ સ્વિમીંગ પુુલ બની જતા વાહન ચાલકોને ફરી ફરીને જવું પડ્યું હતું. જોકે, વરસાદના 12 કલાક પછી મંગળવારે પણ અન્ડરબ્રિઝ સ્વિમીંગ પુલની સ્થિતીમાં જ રહ્યો હતો. તંત્રએ માત્ર બેરીકેટ મૂકી દીધું જેથી કોઇ જઇને ફસાઇ નહિ. પરંતુ મોટર મૂકી પાણી ખેંચી લઇ અન્ડરબ્રિઝને ચાલુ કરવાની પણ મનપાએ તસ્દી લીધી નથી.

વાહનો ખુંચવાની પરંપરા યથાવત
​​​​​​​જૂનાગઢમાં ભૂગર્ભ ગટર માટે કરેલા ખોદેલા ખાડા બાદ યોગ્ય રીતે બુરાણ કરવામાં ન આવતા અવાર નવાર વાહનો ખુંચી જાય છે. સોમવારે પણ ભારે વરસાદ બાદ ખલીલપુર રોડ વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડામાં કાર ખુંચી ગઇ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed