Gujrat: AMC કમિશનરના રાઉન્ડની અસર:અમદાવાદના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર કર્મીઓની હાજરીની વિજિલન્સ તપાસ, સપ્તાહમાં રિપોર્ટ સોંપાશે

Views: 146
0 0
Spread the love

Read Time:5 Minute, 35 Second

Gujrat: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વોટર ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ વિભાગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ધ્યાન ન આપતાં કમિશનરના એમ. થેન્નારસન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર અચાનક તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટરના માણસ હાજર ન હતા. જેથી તમામ 245 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર તપાસના આદેશ કમિશનર દ્વારા આપી દેવામાં આવ્યા છે. જેના પગલે એક અઠવાડિયામાં આ તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર તપાસ પૂર્ણ કરી અને તેનો રિપોર્ટ સોંપવામાં આવશે. તેના આધારે જ્યાં પણ નિયમ મુજબ માણસો હાજર નહીં હોય અથવા કામગીરીમાં ક્ષતિ જણાશે તો જશે તેને પેનલ્ટી ફટકારવામાં આવશે.

નિયમ મુજબ કામ ન કરનાર સામે પેનલ્ટી ફટકારાશે
સૂત્રો મુજબ AMC દ્વારા શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર કોન્ટ્રાક્ટ પરના માણસો હાજર છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ બાદ 36થી વધારે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો ઉપર વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે રોજ અલગ અલગ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર તપાસ કરવામાં આવી રહી છે. આગામી સોમવાર સુધીમાં આ તપાસ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જ્યાં પણ નિયમ મુજબ કામગીરી નહીં જોવા મળે તો કોન્ટ્રાક્ટરોને તે મુજબ પેનલ્ટી ફટકારવામાં આવશે. શહેરના 245 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં માના ટેકનો, એકવા ગેસીસ, રામા ટેકનો, મહિમા ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય એક કંપની એમ કુલ પાંચ કોન્ટ્રાક્ટરોના માણસો કામગીરી કરે છે. હાલમાં જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર જે તે કોન્ટ્રાક્ટર કંપનીના ઓછા માણસોની હાજરી જોવા મળી છે, તેઓની ગંભીર નોંધ લેવામાં આવી છે.

એમ. થેન્નારસન રાઉન્ડમાં નીકળી ચકાસણી કરી હતી
મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ એમ. થેન્નારસન શહેરના તમામ ઝોનમાં રાઉન્ડ પર નીકળી અને ખુદ જાતે કામગીરી અંગે તપાસ કરે છે, ત્યારે શનિવારે સવારે તેઓ રાઉન્ડ પર નીકળ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં હેલમેટ જંક્શન પાસે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરને કેટલા માણસો હાજર છે તે અંગેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં માત્ર એક જ માણસ હાજર હોવાનું જણાયું હતું. આમ, કોન્ટ્રાક્ટની શરતો અનુસાર માણસો હાજર ન હોવાનું જણાતા કમિશનરે તાત્કાલિક વિજિલન્સ વિભાગને શહેરમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં જઈને કેટલા માણસો હાજર છે, તેની ચકાસણી કરવા માટે સૂચના આપી હતી.

તાત્કાલિક કોન્ટ્રાક્ટરોને મોટી પેનલ્ટી કરવા સૂચના આપી હતી
અમદાવાદ શહેરમાં આવેલા કુલ 245 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પૈકી શનિવારના રોજ 36 જેટલા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર વિજિલન્સની ટીમ તપાસ માટે પહોંચી હતી. ટીમ દ્વારા તપાસ કરતા તમામ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર ટેન્ડરની શરતો પ્રમાણેના માણસો હાજર ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ અંગેનો રિપોર્ટ મ્યુનિ. કમિશરને કરવામાં આવતા તેમણે તાત્કાલિક કોન્ટ્રાક્ટરોને મોટી પેનલ્ટી કરવા માટે સૂચના આપી હતી.

સ્કાડા સિસ્ટમ શરૂ કરવા માટે કવાયત
વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓની ઓછી હાજરીની ગેરરીતિ ધ્યાને આવતા કમિશનર હવે બીજા વિકલ્પની વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં શહેરમાં કરોડોના ખર્ચે સ્કાડા નેટવર્ક સિસ્ટમ નાંખવામાં આવેલી છે, તેનો ઉપયોગ કરવામાં આવે તો પમ્પ જાતે જ ચાલુ અને બંધ કરી શકાય તેમ છે. જેથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓના કામગીરી આપવાના બદલે સ્કાડા સિસ્ટમથી જ કામગીરી કરવામાં આવે તે વધુ હિતાવહ જણાતા કમિશનર દ્વારા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે સ્કાડા સિસ્ટમ શરૂ કરવા માટે કવાયત કરવામાં આવે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed