Elections:5 ડિસેમ્બર મતદાનના દિવસે જિલ્લામાં 2000 લગ્ન, મતદાન ઉપર અસર થવાની પૂરેપૂરી શક્યતા

Views: 167
1 0
Spread the love

Read Time:4 Minute, 41 Second

Elections:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન તારીખ 5 ડિસેમ્બર 2022ના દિવસે થવાનું છે. લોકશાહીના આ પર્વે 100 ટકા મતદાન થાય તે માટે તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ મતદારોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. જોકે, બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જ 2000 લગ્નોના મૂૂર્હૂત હોવાથી મતદાન ઉપર સીધી અસર થવાની પુરેપુરી શક્યતાઓ છે.વિધાનસભાની ચૂંટણીઓ આવે હવે માત્ર એક માસનો જ સમય બાકી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગીન પ્રક્રિયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

બીજી તરફ વહિવટીતંત્ર અને ચૂંટણીતંત્ર દ્વારા આ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે સેલ્ફી પોઇન્ટ સહિત અન્ય માધ્યમો થકી જાગૃતિ લાવવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં 5 ડિસેમ્બરે મતદાનમાં મોટી ઓટ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે શાસ્ત્રી બાલકૃષ્ણ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, આ વખતે લગ્નના મૂર્હુત 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર 2022 સુધી છે.

જેમાં 5 ડિસેમ્બરે શુભ મુર્હૂત હોઇ બનાસકાંઠા જિલ્લામાં 1500 થી 2000 લગ્નો લેવાશે. નોંધનીય છે કે 2017ની સામાન્ય ચૂંટણીમાં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા 10 મતદાન મથકોએ અવસર રથ દ્વારા મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યુ હતુ કે આ રથ વધુ મતદાન થાય એ માટે લોકોને સમજાવશે.

એક લગ્નમાં 70 લોકો રોકાય તો 1.40 લાખ મતદાન ઓછું થાય
જે પરિવારોમાં લગ્ન હશે તેઓ વહેલી સવારથી જ પ્રસંગમાં રોકાયેલા હશે. જાનમાં જનારા, માંડવાના મહેમાનો પણ પ્રસંગમાં વ્યસ્ત હશે. એક લગ્નમાં આશરે 70 લોકો રોકાયેલા રહે તો પણ 2000 પરિવારોના 1,40,000 લોકો મતદાનથી અલિપ્ત રહે તેવી શકયતાઓ છે.

પહેલા મતાધિકાર પછી જ લગ્નની વિધિ
કરશનપુરાના લાલાજી ઠાકોરે જણાવ્યું કે, 5 ડિસેમ્બરે બંને દીકરીઓના લગ્ન છે. જોકે, અમે લગ્નની વ્યસ્તતા વચ્ચે પણ પ્રથમ મતદાન કરીને પછી જ લગ્ન પ્રસંગ સાચવીશું, વેવાઇ પક્ષને પણ હાલથી જ જણાવી દીધુ છે કે, મતદાન કર્યા પછી જ જાન લઇને આવે.

કાર્યકરો પરિવારને સમજાવી મતદાન કરાવશે
5 ડિસેમ્બરે મતદાનના દિવસે લગ્ન પ્રસંગમાં સક્રિયા રહેલા લોકો મતદાન બુથ સુધી જાય અને પોતાનો કિંમતી મત આપે તે માટે જે- તે ગામના સ્થાનિક કાર્યકરોને તેમના ઘરે મોકલી વધુમાં વધુ લોકોને સમજાવી મતદાન કરે તેવું આયોજન કરીશુ. – ગુમાનસિંહ ચૌહાણ (પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા ભાજપ)

સવારે નહી તો સાંજે પણ મતદાન કરાવીશું
5 ડિસેમ્બરે લોકો લગ્ન પ્રસંગમાં જાય તે પહેલા મતદાન બુથે પહોચે તે માટે અથવા તો સાંજના સુમારે પણ તેઓ અવશ્ય મતદાન કરે તે માટે અમો પુરતા પ્રયત્નો કરીશુ.– ભરતસિંહ વાઘેલા (પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ)

જગાણામાં રેન્ડમાઈઝેશન ઈવીએમ અને વીવીપેટ ફાળવાયા
પાલનપુર નજીક જગાણામાં ડેડીકેટેડ ઈ.વી.એમ. વીવીપેટ વેરહાઉસમાં ઉપલબ્ધ ઈવીએમ અને વીવીપેટ પૈકી કઇ વિધાનસભા વિભાગ ખાતે મોકલવા તે નક્કી કરવા માટે કલેક્ટર આનંદ પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યુ હતું. ઈ.વી.એમ.વીવીપેટ જે તે વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed