Elections:માતરમાં આયારામ-ગયારામની રાજનીતિ:કેસરિયો છોડી AAPનો ખેસ પહેરનાર કેસરીસિંહ સોલંકીએ 39 કલાકમાં જ પલટી મારી, કહ્યું- ‘હું ભાજપમાં જ છું’

Views: 163
0 0
Spread the love

Read Time:3 Minute, 38 Second

Elections:સતત વિવાદોમાં ઘેરાયેલા માતરના MLA કેસરીસિંહ સોલંકી આ વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ વિવાદમાં રહ્યા હોય એવો ચિતાર જોવા મળ્યો છે. કેસરીસિંહને આ વખતે ભાજપમાંથી આ બેઠક પરથી લડવા માટે ટિકિટ ન મળતાં તેઓ નારાજ થયા હતા અને ભાજપ સાથેનો છેડો ફાડી AAP સાથે જોડાયા હતા. જોકે ગણતરીના કલાકોમાં જ પુનઃસત્તાધારીપક્ષ ભાજપ સાથે જોડાયાનો ખુલાસો સામે આવ્યો છે. એને લઇને માતર પંથકમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીએ કેસરીસિંહને ટિકિટ ન આપી કે ભાજપે સમજાવી લીધા? મહત્વનુ કે, આમ આદમી પાર્ટીએ માતર બેઠર પર પહેલાં મહિપતસિંહને ટિકિટ આપી હતી. જોકે, કંઇક ઉંધું પડતાં હવે લાલજી પરમારને આપી છે.

39 કલાકમાં જ કેસરીસિંહેનો યુર્ટન
ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપે સીટિંગ MLA કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરી છે અને નવા ઉમેદવાર કલ્પેશભાઈ પરમારને મેદાનમા ઉતાર્યો છે. એવામાં સીટિંગ ધારાસભ્ય નારાજ થયા હતા અને તેમણે એકાએક ભાજપ પક્ષ સાથે છેડો ફાડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે હજુ આ ઘટનાને માંડ 39 કલાક વીત્યા છે, ત્યાં કેસરીસિંહે પાછો યુટર્ન મારી દીધો છે અને પુનઃ ભાજપ પક્ષ સાથે હોવાનો સંકેત પોતાના ફેસબુક પેજ મારફત આપ્યો છે.

કેસરીસિંહે પોતાના ફેસબુક પેજ પર ભાજપ સાથે જ છું એવા સંકેત આપ્યા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેસરીસિંહની નારાજગી દૂર થઈ છે અને પાછા ભાજપનો ખેસ ધારણ કરશે. ભાજપ પક્ષમાંથી કેસરીસિંહ સોલંકીને ટિકિટ ન મળવાને કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયાના હાથે ખેસ ધારણ કર્યો હતા, પરંતુ ફરીથી ભાજપમાં જોડાય એવા સંકેતો તેમના ફેસબુક એકાઉન્ટમાં ફોટો મૂકી તેમણે જાતે ભાજપ સાથે જ છે એવું જણાવ્યું છે.

આક્રોશમાં આવ્યો હતો, પણ મેં ભાજપમાંથી રાજીનામું નથી આપ્યું: કેસરીસિંહ સોલંકી
આ મામલે કેસરીસિંહ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જ છું. મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નહોતું. તો આમ આદમી પાર્ટીમા જોડાયા એ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે હું આક્રોશમાં આવી ગયો હતો અને મેં આમ કરી દીધું હતું, પરંતુ હાલ અમે સૌ ભારતીય જનતા પાર્ટીમાં જ છીએ અને જે ઉમેદવારની પસંદગી થઈ છે તેને જિતાડવા તેમની સાથે રહીશું, એમ તેમણે જણાવ્યું છે. મહત્વનું છે કે કેસરીસિંહ સતત વિવાદોમાં રહ્યા છે. પક્ષ સાથે છેડો ફાડી પુનઃ પક્ષમાં આવવાનું કારણ હજુ અકબંધ છે. આમ, આદમી પાર્ટીએ ટિકિટ ન આપી કે પછી ભાજપ પક્ષ દ્વારા આ ક્ષત્રિય નેતાને સમજાવીબુજાવી લેવાયા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed