Gujarat Elections:અમદાવાદમાં ભાજપની મહિલા ઉમેદવારના પ્રચાર માટે સત્યનારાયણની કથા, મહારાષ્ટ્રના સાંસદનો મહિલાઓ સાથે સંવાદ

Views: 164
0 0
Spread the love

Read Time:3 Minute, 23 Second

Gujarat Elections:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જોરસોરથી પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પાર્ટીના નેતાઓ પોતાના પાર્ટીના ઉમેદવારોના પ્રચારમાં પણ જોડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના મહિલા ઉમેદવારના સમર્થન માટે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ઠક્કરબાપા નગર વિધાનસભાના ભાજપના મહિલા ઉમેદવાર કંચનબેન રાદડિયાના સમર્થનમાં આજે ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલા વિક્રમ બંગલોઝમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઘાટલોડીયા વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રચાર માટે પણ મહારાષ્ટ્રના સાંસદ પૂનમ મહાજન દ્વારા મહિલાઓ સાથે થલતેજ વિસ્તારમાં સંવાદ કરવામાં આવ્યો હતો.

કંચનબેન રાદડિયાના સમર્થનમાં સત્યનારાયણની કથા
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો લોકો સુધી પોતાનો પ્રચાર અલગ અલગ રીતે કરી રહ્યા છે. ડોર ટુ ડોર કેમ્પેઇનથી લઈ જાહેર સભા અને ગ્રુપ મિટિંગનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં મહિલા ઉમેદવારના પ્રચાર માટે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડિયાના સમર્થનમાં સત્યનારાયણની કથાનું આયોજન વિક્રમ બંગલોઝ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખ અને કોઈમ્બતુરના મહિલા ધારાસભ્ય તેમજ ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

પૂનમ મહાજનને ત્રણ દિવસની જવાબદારી સોંપાઈ
જ્યારે મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આજે નોર્થ-સેન્ટ્રલ મુંબઈના સાંસદ પૂનમ મહાજન દ્વારા મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. થલતેજના રત્નમણિ કોમ્પ્લેક્સમાં મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. પૂનમ મહાજને સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહિલાઓની યોજના વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે બેરોજગારીની વાત લોકો કરતા જ નથી. કોગ્રેસ દેખાતી જ નથી. આમ આદમી ખાલી નામ છે. તેમના ખાસ આદમી જેલમાં સારવાર લઈ રહેલા છે. પૂનમ મહાજનને ઘાટલોડિયા મત વિસ્તારમાં ત્રણ દિવસની જવાબદારી સોંપાઈ છે. અહીંયા આ વખતની ચૂંટણીમાં ઇતિહાસ થવાનો છે. તેઓએ આજે સાંજે પણ બોપલ વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી અને મુખ્યમંત્રી માટે પત્રિકા વેચી અને પ્રચાર કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed