AHMEDABAD:એચ.એ. કોલેજના પ્રિન્સિપાલે સ્ટુડન્ટ્સ પાસે માફીપત્ર લખાવ્યો, ABVP વીફરતાં પ્રિન્સિપાલે પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા

Views: 258
0 0
Spread the love

Read Time:3 Minute, 57 Second

AHMEDABAD:અમદાવાદની GLS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એચ.એ. કોમર્સ કોલેજમાં જય શ્રીરામના નારાને લઈને વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજમાં લેક્ચર બાદ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. એ માટે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુસન્સ ફેલાવવા માટે માફીપત્ર લખાવ્યો હતો. સમગ્ર મામલે ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો છે.

લેક્ચર બાદ વિદ્યાર્થીઓએ જય શ્રીરામના નારા લગાવ્યા
એચ.એ. કોમર્સ કોલેજમાં 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રીરામના લગાવી રહ્યા હતા. આ નારા લગાવતાં એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતા. 5 વિદ્યાર્થીને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. એચ.એ. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મામલે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમે ન્યુસન્સ ફેલાવી રહ્યા છો, તમે માફીપત્ર આપો, નહીં તો રસ્ટિકેટ કરવામાં આવશે, જેથી 5 વિદ્યાર્થીએ પોતાનાં નામ-સરનામાં સાથે પ્રિન્સિપાલના નામે માફીપત્ર લખ્યો હતો.

વિદ્યાર્થીઓ પાસે માફીપત્ર લખાવાયો
માફીપત્રમાં વિદ્યાર્થીઓ પાસે લખાવ્યું હતું કે અમે વર્ગખંડમાં જય શ્રીરામ બોલીને ગેરવર્તન કર્યું છે, અમે જય શ્રીરામ બોલ્યા, જેથી વર્ગખંડમાં તકલીફ થઈ છે. અમે નારા લગાવ્યા એ બદલ માફી માગીએ છીએ. આ પત્ર લખાવીને ફરીથી વર્ગમાં જય શ્રીરામના નારા ના લગાવવા એની વિદ્યાર્થીઓ પાસેથી ખાતરી લેવામાં આવી હતી.

ABVPએ વિરોધ નોંધાવતાં પ્રિન્સિપાલે પણ નારા લગાવ્યા
આ સમગ્ર મામલે ABVPને જાણ થતાં ABVPએ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ભગવાનનું નામ બોલવા માટે માફીપત્ર લખાવતાં ABVPએ માફીપત્ર લખાવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો. જોકે બાદમાં પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ABVPના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

ABVPએ પ્રિન્સિપાલનો ઉગ્ર વિરોધ કર્યો
ABVPના GLS યુનિવર્સિટીના ઉપપ્રમુખ ચાહત ઠાકોરે જણાવ્યું હતું કે ભગવાનનું નામ લેવામાં પ્રિન્સિપાલ માફીપત્ર લખાવે એ ના ચલાવી લેવાય. પ્રિન્સિપાલનો અમે ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે.

ડરને કારણે માફીપત્ર લખ્યો હોવાનો વિદ્યાર્થીએ જણાવ્યું
એચ.એ. કોલેજના વિદ્યાર્થી શિવમ બંસલે જણાવ્યું હતું કે અમે લેક્ચર પહેલાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા, તો અમને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. બીજા વિદ્યાર્થીઓ ડરી ગયા એટલે એ સમયે અમે માફીપત્ર આપી દીધો હતો. અમે નારા લગાવીને ખોટું કામ નથી કર્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3531
0 0
1 min read