Ahmedabad:અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

Views: 367
0 0
Spread the love

Read Time:1 Minute, 28 Second

Ahmedabad:સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રખિયાલમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડીને ૩૨ જુગારીને ઝડપી લીધા છે. અબ્દુલ રશિદ શેખની શોધખોળ આદરી છે. રખિયાલમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારોની રહેમ નજર હેઠળ ચકુડિયા હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના કે.ટી. કામરિયાની ટીમે દરોડા પાડીને જુગાર રમતા ૩૨ જુગારીને ઝડપી લીધા હતા.જેમની પાસેથી રોકડા ૭૦ હજાર, ૨૦ મોબાઇલ ફોન, ૫ મોટર સાયકલ અને ચાર રિક્ષા મળીને કુલ ૫.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા ૩૨ જુગારીને સ્થાનિક પોલીસને હવાલે કરી જુગારધામ ચલાવતા અબ્દુલ રશિદને વોન્ડેટ જાહેર કરી વધુ તપાસ ચાલી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રખિયાલ પોલીસ અને વહીવટદારોની મીલીભગતની પોલ ખુલી જવા પામી હતી. આટલુંજ નહી પરંતુ રખિયાલ વિસ્તારમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમ ધમી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3720
0 0
1 min read