Gujarat:અમેરિકામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા થલતેજના 23 વર્ષના યુવાનના પિતા જતીનકુમાર પટેલને પુત્રની અંત્યેષ્ટિ માટે જવા અમદાવાદ પાસપોર્ટ ઓફિસે માત્ર 2 કલાકમાં પાસપોર્ટ કાઢી આપ્યો હતો. જતીનકુમાર અને તેમના સગાં સોમવારે રિજનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ) રેન મિશ્રાને મળ્યા હતા અને અમેરિકા જવા તાત્કાલિક પાસપોર્ટની જરૂર હોવાની રજૂઆત કરી હતી. પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ અન્ય કામ બાજુએ મૂકી તત્કાલ નવો પાસપોર્ટ બનાવવામાં લાગી ગયા હતા.
ભૂતકાળમાં પણ અમદાવાદ પાસપોર્ટ ઓફિસે આકસ્મિક સંજોગોમાં વિદેશ જવું પડે તેમ હોય તેવા લોકોને માનવતાનો દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખી તત્કાલ પાસપોર્ટ બનાવી આપ્યા હતા. જતીનકુમાર પટેલનો 23 વર્ષનો એકનો એક પુત્ર અમેરિકામાં અભ્યાસ માટે ગયો હતો.
ક્રિસમસ વેકેશનમાં મિત્રો ફરવા ગયેલા શ્રેયની કારને બરફના તોફાનને કારણે અકસ્માત થતાં તેનું મૃત્યુ થયું હતું. થલતેજમાં રહેતા પિતાને આ દુ:ખદ સમાચાર મળ્યા હતા પરંતુ પુત્રનું મોંઢું છેલ્લીવાર જોવા અમેરિકા જવા માટે તેમની પાસે પાસપોર્ટ નહતો. અંતે જતીનકુમાર કેટલાક સગાં સાથે ગુલબાઈ ટેકરા ખાતેની રિજનલ પાસપોર્ટ ઓફિસે આવ્યા હતા અને આરપીઓને રજૂઆત કરી હતી. આરપીઓએ તેમની ટીમના હરીશ માલાણી અને પ્રશાંત શર્માને પાસપોર્ટ માટેની કામગીરી સોંપી હતી. આમ માત્ર બે કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ સંજોગોમાં તત્કાળ પાસપોર્ટ બને છે
જ્યારે પરિવારના અંગત વ્યક્તિ સાથે કોઇ દુ:ખદ ઘટના બની હોય તેની વિગત સાથેની અરજી.
બનેલી ઘટના અંગેના વિદેશના સરકારી દસ્તાવેજ, પોલીસ રિપોર્ટ અથવા હોસ્પિટલનો રિપોર્ટ ધ્યાને લેવામાં આવે છે.
વિદેશની એમ્બેસીનો લેટર કે ઈ-મેઇલ હોય તો તે પણ ચાલે.
જેની સાથે ઘટના બની છે તેની સાથે સંબંધ ધરાવતો લેટર લેવાય છે.
આવી કામગીરીથી હેપીનેસ વધે છે
અમે ખૂબ સામાન્ય પરિવારમાંથી છીએ. અમારી કોઇ ઓળખાણ પણ ન હતી. રજૂઆત કરતાની સાથે અધિકારીઓએ માનવતા દાખવીને તાત્કાલિક પાસપોર્ટ બનાવી આપ્યો હતો. બ્યૂરોક્રસી આવી માનવતા દાખવે તે દેશનો હેપીનેસ ઈન્ડેક્સ ઊંચો આવે.
Average Rating
More Stories
Ahmedabad:72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થશે.
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:ચૂંટણી કાર્યાલયોમાં 1 કરોડના ચા-નાસ્તા થયાં.અમદાવાદના તમામ 249 ઉમેદવારોએ ચા-નાસ્તા, મંડપ, રેલી, વાહન, પેટ્રોલ પાછળ 16.20 કરોડનો ધુમાડો કર્યો