Ahmedabad:અમદાવાદમાં પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી અને ચાંદખેડાના લોકોએ સૌથી વધુ ટેક્સ ભર્યો

Views: 161
0 0
Spread the love

Read Time:3 Minute, 16 Second

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સની છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા છ મહિનામાં કુલ ટેક્સની આવક 1125.83 કરોડ થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.828.30 કરોડની થઈ છે. જેમાં સૌથી વધારે પ્રોપર્ટી ટેક્સ શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવતા પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, વાડજ નવાવાડજ, રાણીપ વિસ્તારના રહેતા લોકોએ ચૂકવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં પશ્ચિમ ઝોનની રૂ.218.85 કરોડ થઈ છે જ્યારે મધ્યઝોનમાં આવતા જમાલપુર શાહપુર દરિયાપુર દિલ્હી દરવાજા વિસ્તારમાં રહેતા લોકોએ ટેક્સ ભર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રોફેશનલ ટેક્સધારકો માટે સ્કીમ જાહેર કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.

સૌથી વધુ ટેક્સ પશ્ચિમ ઝોનના લોકોએ ભર્યો આ અંગે રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સએ આવકમાં વધારો થાય તેના માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. એડવાન્સ ટેક્સ રિબેટ યોજના, 75 દિવસ 75 ટકા એમ જ વ્યાજ માફીની યોજનાઓ જાહેર કરવામાં આવી છે. નવ મહિનામાં પ્રિન્સિપલ કોર્પોરેશનને ટેક્સની કુલ આવક રૂ.1125.83 કરોડ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક 829.80 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 156.26 કરોડ અને વિહિકલ ટેક્સની રૂ.139.77 કરોડ આવક થઈ છે. ટેક્સની આવકમાં પ્રોપર્ટી ટેક્સમાં સૌથી વધારે ટેક્સ પશ્ચિમ ઝોન વિસ્તારના લોકોએ ભર્યો છે.

પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી હાથ ધરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવકમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટેક્સ ભરવા માટે કંઈ ખાસ ઉત્સાહ બતાવી રહ્યા નથી. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટેક્સની આવક સતત ઘટી છે. ટેક્સ વિભાગ દ્વારા સીલીંગ ઝુંબેશ કરવામાં આવી હોવાની વાતો કરવામાં આવી છે. પરંતુ તેવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જણાતું નથી. જોકે હવે ટેક્સની આવક વધે તેના માટે વ્યાજ માફીની યોજના જાહેર કરી છે. તેની સાથે 6 જાન્યુઆરીથી ભરનારા ટેક્સ ધારકોની પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed