
Gujarat:અમદાવાદની આન, બાન અને શાન ગણાતી સાબરમતી નદી હવે દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદીઓમા સામેલ થઇ ગઇ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં સાબરમતી નદીને લઇને કેટલાંક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીનું પાણી હવે સ્નાન કરવા કે પીવાલાયક રહ્યું નથી. એક રિપોર્ટ અનુસાર રિવરફ્રન્ટના 11.5 કિલો મીટર ભાગ શુદ્ધ છે. આ સિવાય નદીનો અન્ય ભાગ પ્રદૂષિત બની ગયો છે.
આ સાથે રિપોર્ટમાંએ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉદ્યોગોના ઝેરી પાણી અને AMCની બેદરકારીને પગલે સાબરમતીની દુર્દશા થઇ છે. અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીની દુર્દશાને પગલે શહેરીજનોમાં ભારે નારાજગી ફેલાઇ છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ કોર્પોરેશને સાબરમતીના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો છે. છેલ્લા 2 વર્ષમાં AMC શુદ્ધિકરણના નામે 77.20 કરોડ ખર્ચી ચૂક્યું છે. વર્ષ 2020-21માં AMCએ શુદ્ધિકરણ નામે 56.08 કરોડ ખર્ચયા હતા. તો વર્ષ 2021-22માં AMCએ રૂપિયા 21.14 કરોડનો ખર્ચ કર્યો છે. પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે.
એવુ નથી કે માત્ર સાબરમતી નદીમાં જ પ્રદૂષણનો વધારો થયો છે. પરંતુ, રાજ્યની અન્ય 12 જેટલી નદીઓ પણ પ્રદૂષણનો શિકાર બની છે. રાજ્યની પ્રદૂષિત નદીઓની યાદી પર નજર કરીએ તો અંકલેશ્વરની આમલાખાડી, વાગરાની ભૂખી ખાડી, જેતપુરની ભાદર નદી, સુરેન્દ્રનગરની ભોગાવો નદી,વાપીની દમણગંગા, કોઠાડા નજીકની ઢાઢર નદી, ખેડાની શેઢી નદી, નિઝર નજીક તાપી નદી અને ખલીપુર નજીક વિશ્વામિત્રી નદી પ્રદૂષણની ભોગ બની છે.
Thanks for sharing this news, I am grateful to visiting this site regularly.
Please keep sharing this type of information.
This is our Site – https://sandesh.com/
Please let me know the procedure to promote on your site.
thank you sir