Ahmedabad:ચાંદખેડા ખાતે આવેલ “શ્યામ-સત્ય બંગલોઝ ” ના રહીશો દ્વારા” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ભવ્ય ઉજવણી આ કાર્યક્રમમાં ભાગ લેવા અમારા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવનાર અમદાવાદ શહેર ના સાયન્સ સીટી તેમજ નારણપુરા વિસ્તારમાં આવેલ “બાલાજી હોરીઝોન વીમેન્સ હોસ્પીટલ ” ના નામાંકીત ‘ ડો. પ્રિયદત્ત પટેલ તેમજ ડો. શ્રેયા પટેલ દ્વારા સોસાયટી ની મહિલાઓના આરોગ્ય ને લગતા પ્રશ્નો અને તેના નિદાન અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ આ અંગે તેઓશ્રી દ્વારા સચોટ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ સોસાયટીની મહિલાઓ દ્વારા સંગીત ખુરશી,પાસીંગ ધ બોલ ,રસ્સા ખેંચ,અંતાક્ષરી જેવી રમત ગમત ની સ્પર્ધા રાખવામાં આવેલ. સંગીત ખુરશી તેમજ પાસીંગ ધ બોલ ની વિજેતા મહિલાઓને સોસાયટી તરફથી પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવા અમારા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવનાર “બાલાજી હોરીઝોન વીમેન્સ હોસ્પીટલના નામાંકીત ડો. પ્રિયદત્ત પટેલનું સ્વાગત સોસાયટીના ચેરમેનશ્રી જયંતિલાલ સોલંકી તથા મંત્રીશ્રી રાજુભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ તેમજ ડો. શ્રેયા પટેલ:નું સ્વાગત કારોબારી મહીલા સદસ્ય શ્રીમતી ભારતીબેન સોલંકી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવેલ.તેમજ આભારવિધી કારોબારી મહીલા સદસ્ય શ્રીમતી નંદાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ આ સમગ્ર મહિલા દિવસનું વ્યવસ્થીત આયોજન,સફળ સંચાલન તેમજ એંકરીંગ સોસાયટીની રીક્રીએશન તેમજ કારોબારી કમીટીના મહીલા સદસ્ય શ્રીમતિ ધારીત્રી બેન કનોડીયા અને ખજાનચીશ્રી અરવિંદ વાઘેલા દ્વારા ખૂબજ સુંદર રીતે કરવામાં આવેલ અંતમાં સોસાયટીના સર્વે રહીશોએ નાસ્તાની તેમજ આઇસ્ક્રીમની મિજબાની માણી હતી અને કાર્યક્રમ ની સમાપન વિધી કરવામાં આવેલ.
Views: 251
Read Time:2 Minute, 42 Second
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.