હવામાન વિભાગની આગાહી:બુધવાર સુધી અમદાવાદમાં એક ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી; રાણીપ, ઘાટલોડિયા, SG હાઈવે, ગોતામાં છાંટા પડ્યા 

Views: 168
1 0
Spread the love

Read Time:1 Minute, 29 Second
  • દિવસભર વાદળિયા વાતાવરણથી ભારે બફારો, ગરમી 41 ડિગ્રી નોંધાઈ

અમદાવાદમાં રવિવારથી માંડી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી છે. 13 જૂને સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે. શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. 

હજુ વરસાદનું આગમન થયું નથી પરંતુ ભારે બફારો અનુભવાય છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા મુજબ ગાજવીજ સાથે હળવા ઝાપટાંની શક્યતા છે. 

સાનુકૂળ સંયોગ બન્યો
અરબી સમુદ્રમાં સાઉથ ગુજરાત-સૌરાષ્ટ્રના કિનારાથી લઇને અરબ સાગરના મધ્ય ભાગો સુધી દરિયાની સપાટીથી 3.1થી 4.5 કિલોમીટરના વિસ્તારમાં ટ્રફ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે.જેને કારણે અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે. – અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed