PATAN:સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત.

Views: 3716
1 0
Spread the love

Read Time:2 Minute, 54 Second

PATAN:સિદ્ધપુરમાં દૂષિત પાણીની બનેલી ઘટનાનાં અનુસંધાને કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત આજરોજ સિદ્ધપુર પહોંચ્યા હતાં અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મંત્રીશ્રીએ ઝડપથી ટાંકી અને પાઇપલાઇન સાફ કરીને સત્વરે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સંલગ્ન અધિકારીશ્રીઓને સુચન કર્યું હતુ.ત્યારબાદ મંત્રીશ્રીએ પાણીની ટાંકી પર જઇને ત્યાં ચાલી રહેલી પાણીની ટાંકીની સફાઇની કામગીરીની જાત ચકાસણી કરી હતી.

સિદ્ધપુરમાં દૂષિત પાણીની જે ઘટના બની તે અનુસંધાને કેબિનેટ મંત્રીશ્રી ઘટનાની ગંભીરતા જોઇ સિદ્ધપુર પહોંચી આવ્યાં હતાં. સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાનાં ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરીને લોકોના આરોગ્યને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે માટે કામગીરી કરવા સુચન કર્યું હતુ. ઝડપથી ટાંકી અને પાઇપલાઇન સાફ કર્યા બાદ ફરીથી પાણીની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામા આવશે તેવું માન. મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતુ. 

જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતુ કે,  લોકોને કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના તંત્ર પર વિશ્વાસ રાખવો જોઈએ. જિલ્લા વહીવટીતંત્ર હાલમાં આ બાબતે પુરજોશમાં પાણીની ટાંકીની સફાઇ અને પાઇપલાઇનની સફાઇનું કામ  કરી રહ્યુ છે. સાફ સફાઇ બાદ ફરીથી પાણીની ચકાસણી કરીને પાણી પુરવઠો લોકોને આપવામાં આવશે.આ કામગીરી આગામી 48 કલાકમાં પુરી થાય તે માટે તંત્ર યુદ્ધનાં ધોરણે કામે લાગ્યું  છે અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પાણીની ટાંકી તેમજ પાઇપલાઇનની સફાઇ કામગીરી ચાલી રહી છે.

આજરોજ મળેલી બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત, જીલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, ડી.એસ.પી.શ્રી વિશાખા ડબરાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપ સિંહ રાઠોડ, સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખશ્રી કૃપાબેન આચાર્ય તેમજ સિદ્ધપુર નગરપાલિકા નાં નગરસેવકો અને  અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed