Gujarat:જંગલને જંગલ રહેવા દો, વન્યજીવોના સંરક્ષણ માટે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

Views: 8451
1 0
Spread the love

Read Time:1 Minute, 7 Second

Gujarat:ગીરના જંગલોમાં વન્યજીવોના સંરક્ષણ માટે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ગીરના જંગલોમાં સતત થતા કોમર્શિયલ બાંધકામ અને સિંહોની રહેણાક વિસ્તારમાં સતત અવરજવરથી ચિંતિત અરજદારે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી. 1960ના વન્ય જીવ સંરક્ષણના નિયમોનું પાલન ના થતું હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. અરજદારનો દાવો છે કે જંગલમાં કોમર્શિયલ બાંધકામ થતા હોવાથી સિંહો સહિતના વન્ય જીવો પ્રભાવિત થશે.

આ સાથે અરજદારે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધારે વોલ્ટની વીજળી ન આપવા અને જંગલ વિસ્તારમાં સિંહની થતી પજવણી અટકાવવા પણ રજૂઆત કરી છે. વર્ષો જૂના કાયદાને બદલી સિંહોના સંરક્ષણ માટે નવા કાયદા બનાવવાની પણ રજૂઆત કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 27 જુલાઈએ હાથ ધરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3443
0 0
1 min read