અમદાવાદમાં માસ્ક ‘#MAJORMISSING’ – કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની વાત તો કરાઈ પણ ના કોઈએ કર્યું કે ના કરાવ્યું! 

Views: 166
1 0
Spread the love

Read Time:4 Minute, 22 Second

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને ફરીથી માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનું સોમવારથી ફરીથી અમલ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ જાહેર સ્થળો પર કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું લોકો પાલન કરતા કે કરાવતા જોવા મળ્યા ન હતા. કોરોનાના કેસમાં વધારો થયો હોવા છતાં લોકો જાહેર સ્થળો પર માસ્ક વિના બેરોકટોક અવર-જવર કરી રહ્યા છે.

સિટી ભાસ્કરના રિપોર્ટર નિકુલ વાઘેલા અને ધૈર્યા રાઠોડે શહેરના સ્કૂલ કોલેજ, કાલુપુર રેલવે સ્ટેશન, ગીતા મંદિર બસ સ્ટોપ, જમાલપુર શાક માર્કેટ, એક્ઝિબિશન્સ, પરિમલ ગાર્ડન, લૉ ગાર્ડન, અમદાવાદ વન મોલ, BRTS, AMTS ઉપરાંત કેટલાક ધાર્મિક સ્થળોએ જઈને રિયાલિટી ચેક કરતા 80 ટકા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા.

પબ્લિક બિન્દાસ માસ્ક વગર મોલમાં ફરતી જોવા મળી
કોરોનાના કેસ સામાન્ય થતાં લોકો માસ્ક પહેરવાનું ભૂલ્યા છે. ગાઈડલાઈન્સ પ્રમાણે જાહેર સ્થળો પર લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સ ફોલો કરે છે ન તો ઓથોરિટી દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવે છે. મોલના સ્ટાફે માસ્ક તો પહેરેલા હતા પરંતુ એન્ટ્રી પર કે ફ્લોર પર ફરતા લોકોને ન તો માસ્ક પહેરવા કહેવામાં આવ્યું ન તો કોઈ સેનેટાઈઝર ઉપલબ્ધ હતા. 10માંથી ફક્ત 2 વ્યક્તિઓ માસ્ક સાથે જોવા મળ્યા હતા તેમ કહી શકાય. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો જાહેર સ્થળો પર માસ્ક પહેરતા નથી.

લોકોને કેસ વધવાની ચિંતા જ નથી, તસવીર બોલે છે
ગીતા મંદિર બસ સ્ટેશન પર સ્વચ્છતાનો અભાવ તો છે જ પણ તેની સાથે લોકો પણ જગ્યાને ચોખ્ખું રાખવાનો પ્રયાસ નથી કરતા. ગીતા મંદિર બસ સ્ટેશનના સંપૂર્ણ વિસ્તારમાં લોકો એટલી હદે બેદરકાર જોવા મળે છે કે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની પણ તેમને કોઈ ચિંતા હોય તેવું લાગતું નથી. આ તસવીર તેની સાબિતી છે.

મલ્ટિપ્લેક્સમાં માસ્ક પહેરો એવા બોર્ડ તો છે પણ લોકો પહેરતા નથી
સિટીના મલ્ટિપ્લેક્સમાં પણ માસ્ક મિસિંગ જ દેખાયા. મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના સાઇન બોર્ડ તો લાગેલા છે પણ અમુક લોકો થિયેટરમાં એન્ટ્રી લેતી વખતે માસ્ક પહેરે છે પણ અંદર ગયા પછી માસ્ક કાઢી નાખે છે. હવે સ્વેચ્છાએ લોકો ગાઈડલાઈન પાલન કરે તો જ મેળ પડે તે સિવાય કંઇ થાય નહીં.

નિયમોનું પાલન ન કરવું સ્વાસ્થ્ય પર ભારે પડશે
કોરોનાના કેસમાં વધારો થયો હોવા છતાં લોકો જાહેર સ્થળો પર માસ્ક વિના બેરોકટોક અવર-જવર કરે છે. શહેરના સ્કૂલ કોલેજ, શાક માર્કેટ, હોસ્પિટલ, એક્ઝિબિશન્સ, ગાર્ડન, મોલ, પિકનિક સ્પોટ સહિતના સ્થળોએ જઈને રિયાલિટી ચેક કરતા 80 ટકા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા.

હવે ગાઈડલાઈનનું પાલન કરાવવું મુશ્કેલ છે
કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની રોક ટોક વગર મુસાફરોની અવર-જવર ચાલુ છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ હવે ફરીથી અમલમાં લાવવો મુશ્કેલ બની શકે તેમ લાગી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed