વેપારીઓને હાલાકી:અમદાવાદના CTM બ્રિજ નીચે રસ્તો બંધ કરી દેવાતા 600થી વધુ વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો 

Views: 168
1 0
Spread the love

Read Time:4 Minute, 52 Second
  • બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી દેવાતા લોકોને બે કિલોમીટર ફરીને જવું પડે છે
  • જો આ બેરીકેટ નહીં હટાવવામાં આવે તો વેપારીઓ વધુ આંદોલન કરશે
  • અમદાવાદમાં નારોલ- નરોડા નેશનલ હાઇવે પર CTM બ્રિજ નીચે ચાર રસ્તા પર હાઇવે સમાંતર બેરીકેડ લગાવી રોડ ક્રોસ કરવાનું બંધ કરી દેતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને આસપાસના વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રસ્તો બંધ કરાયો તેના વિરોધમાં આજે CTM વેપારી એસોસીએશન, શાકમાર્કેટ એસોસિએશન તથા લારી-ગલ્લા એસોસિયેશનના આશરે 600 જેટલા વેપારીઓએ સવારે 8 થી 10 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ પાળ્યો હતો. તમામ દુકાનો અને લારી ગલ્લા વાળાઓએ દુકાન બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રાફિક પોલીસ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બેરીકેટ લગાવી રસ્તો બંધ કરાયો છે તેની માહિતી આપવામાં આવી નથી.

CTM ચાર રસ્તા પર બેરીકેડ મારી દેવામાં આવ્યા
આગામી દિવસોમાં જો આ રસ્તો ખુલ્લો નહીં થાય તો વેપારીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક વેપારી કિરણ પ્રજાપતિએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદના CTM ચાર રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી બેરીકેડ મારી દેવામાં આવ્યા છે. CTM બ્રીજ નીચે આવેલો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવતા આસપાસના વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બેરીકેટથી રસ્તો બંધ કરી દેવાતા રોડની બન્ને તરફ બે કિલોમીટર ફરીને જવું પડે છે. ટ્રાફિકની સમસ્યા થતી હોવાના નામે આ બેરીકેડ લગાવવામાં આવ્યા છે.

વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી

વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી

વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
આ બેરિકેટ ટ્રાફિક પોલીસે લગાવ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યા છે તેની કોઈ જ માહિતી નથી. ટ્રાફિક પોલીસને રજૂઆત કરી તો તેઓ કહે છે. અમે નથી લગાવ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ કરી તો તેઓ કહે છે અમે નથી લગાવ્યા. જેથી આ કોણે લગાવ્યા તેના ઉપર સવાલ છે ટ્રાફિક થતો હોવાને લઈને આ બેરીકેટ લગાવાયા છે પરંતુ હકીકતમાં એ છે કે સૌથી વધારે ટ્રાફિક બંધ કરવાના કારણે આગળના ચાર રસ્તા પર થાય છે. આ બેરીકેડ લગાવવાને કારણે રસ્તો બંધ થઇ જતાં આસપાસના વેપારીઓ અને તેમને ત્યાં આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બ્રિજ ઉપરથી અથવા તો બે કિલોમીટર ફરીને આવું પડે છે.

લારી ગલ્લા વાળાઓએ પણ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો

લારી ગલ્લા વાળાઓએ પણ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો

વિદ્યાર્થીઓને પણ બે કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે
આ વિસ્તારમાં આજુબાજુમાં નવ જેટલી સ્કૂલો આવેલી છે તે વિદ્યાર્થીઓને પણ બે કિલોમીટર ફરીને આવવાની ફરજ પડે છે. વેપારીઓ અને સ્થાનિક નાગરીકોની માંગ છે કે આ રસ્તાને જલ્દીથી ખુલ્લો કરીને બેરીકેડ હટાવી લેવામાં આવે. જો ટ્રાફિકની સમસ્યા થતી હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા પાંચ TRB જવાન અથવા પોલીસ કર્મચારી મૂકી અને ટ્રાફિકનું નિયમન કરાવે તો પણ ટ્રાફિક હળવો થઇ શકે છે. જો આગામી દિવસોમાં આ બેરીકેટ હટાવવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને વેપાર-ધંધા બંધ રાખી વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.

#Naritunarayani #News #gujratinews

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed