Nitin Gadkari on Wrongly Parked Vehicle: નિતિન ગડકરીની જાહેરાતથી ખુશ થયા લોકો, કહ્યું- હવે થશે ‘છપ્પરફાડ કમાણી 

Views: 199
2 0
Spread the love

Read Time:3 Minute, 39 Second

Nitin Gadkari on Wrongly Parked Vehicle: કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની કાર્યશૈલીની દરેક જણ પ્રશંસા કરે છે. તેમના મંત્રાલય તરફથી પાથરવામાં આવેલા રોડ, એક્સપ્રેસ વે અને ફ્લાઇઓવરના જાળથી પરિવહન ખૂબ જ સુગમ થઇ ગયું છે. થોડા દિવસો પહેલાં ઇલેક્ટ્રિક વાહનોને લઇને એવી જાહેરાત કરી હતી કે કાર અને બાઇક ચલાવનારાઓ દ્રારા તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

એક ફોટો મોકલો મેળવો 500 રૂપિયા ઇનામ
હવે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે જો કોઇ વ્યક્તિ દ્રારા ખોટી રીતે રસ્તા પર ઉભા કરવામાં આવેલા વાહનનો ફોટો મોકલો છો, તો તેને 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સરકાર જલદી આ પ્રકારે એક કાયદો લાવવા જઇ રહે છે. આ જાહેરાત વિશે જ્યારે લોકોએ સાંભળ્યું તો તેને કમાણીનું જોરદાર માધ્યમ ગણાવ્યું. આ ઉપરાંત ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન માલિકને તેના પર 1,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

ખોટી રીતે વાહન પાર્ક કરવા પર કાયદો લાવવા પર વિચાર
કેન્દ્ર સરકાર દ્રારા આ કાનૂનને લાવ્યા બાદ રસ્તા પર થનાર ટ્રાફિક જામ અને અકસ્માતોમાં ઘટાડાની આશા છે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરૂવારે આ વિશે જાણકારી આપી. તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે તે રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરવાની પ્રવૃતિને રોકવા માટે એક કાયદો લાવવા પર વિચાર કરી રહી છે. 

પાર્કિંગની જગ્યા ન બનાવવા પર વ્યક્ત કરી નારાજગી
નિતિન ગડકરીએ કહ્યું કે ‘હું એક કાયદો લાવવનો છું કે રોડ જે વાહન ઉભા રહેશે, તેના પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો બીજી તરફ ખોટી રીતે ઉભા કરેલા વાહનનો ફોટો મોકલનારને તેમાંથી 500 રૂપિયા આપવામાં આવશે. મંત્રી આ વાત પર નારાજગી વ્યક્ત કરી કે લોકો પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરતા નથી. 
વાહન ઉભા કરવા માટે રોડ બનાવ્યો છે?
તેમણે કહ્યું તેના બદલે તે લોકો પોતાના વાહન રસ્તા પર ઉભા કરે છે. હળવા અંદાજમાં કહ્યું કે ‘નાગપુરમાં મારા રસોયા પાસે બે સેકન્ડ હેન્ડ વાહન છે. આજે ચાર સભ્યોના પરિવાર પાસે છ કાર હોય છે. એવું લાગે છે કે દિલ્હીના લોકો ભાગ્યશાળી છે. અમે તેમના વાહન ઉભા કરવા માટે રસ્તો બનાવ્યો છે. 

#Naritunarayani #Gujratinews #News

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed