મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે.
રાજ્યપાલને લખી શકે છે પત્ર
સૂત્રોના જણાવ્યાં મુજબ એકનાથ શિંદે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર ફેક્સ કરી શકે છે. આ પત્ર દ્વારા તેઓ લગભગ 40 વિધાયકોનું મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન ન હોવાનો દાવો રજૂ કરી શકે છે. આ પત્રના આધારે રાજ્યપાલ પછી ફ્લોર ટેસ્ટનો નિર્ણય લેશે. આ નિર્ણય લેવાય તો ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવાનો વારો આવી શકે છે.
#naritunarayani
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.