નૂપુર શર્માના સમર્થક દરજીની હત્યા, દુકાનમાં ઘૂસી કાપ્યું ગળું 

Views: 211
1 0
Spread the love

Read Time:2 Minute, 54 Second

રાજસ્થાનના ઉદયપુરથી હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. જોકે અહીં નૂપુર શર્માનું સમર્થન કરનાર એક દરજીને તેની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાઓએ નિર્દયતાપૂર્વક દરજીનું ગળું કાપી દીધું હતું. 

ધારદાર હથિયાર વડે કાપ્યું દરજીનું ગળું
તમને જણાવી દઇએ કે ઉદયપુરમાં બર્બરતાપૂર્ણ ઘટના માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં સર્જાઇ હતી. દરજી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકે થોડા દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 
હત્યાના વિરોધમાં પ્રદર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે હત્યાની જાણકારી મળ્યા બાદ વિરોધમાં વેપારીઓને બજાર બંધ કરી દીધું. લોકલ લોકોએ પણ આ બર્બરતાપૂર્ણ ઘટનાનું વિરોધ પ્રદર્શન કર્યું. આ તણાવને જોતાં ઘટનાસ્થળે પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે. 

નૂપુર શર્માનું દરજીએ કર્યું હતું સમર્થન
જાણી લોકો મૃતક દરજીનું નામ કન્હૈયા છે. નૂપુર શર્મા પર આરોપ લગાવતાં તેમણે પૈગંબર મોહમંદ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી, જેનું દરજીએ સમર્થન કર્યું હતું. હત્યારા આ વાતને લઇને દરજીથી નારાજ હતા. 

ઉદયપુરમાં દરજીની હત્યાને ઘટના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. સીએમએ ટ્વીટ કર્યું ‘ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગુનાની ઉંડાણપૂર્વક તપાસક અરશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું. એવા જઘન્ય ગુનામાં લુપ્ત દરેક વ્યક્તિને કડક સજા અપાવવામાં આવશે. 

એક અન્ય ટ્વીટમાં ગેહલોતે લખ્યું, હું તમામને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરી માહોલ ખરાબનો પ્રયત્ન ન કરો. વીડિયો શેર કરવાથી અપરાધીનો સમાજમાં ધૃણા ફેલાવવાનો ઉદ્દેશ્ય સફળ થશે. 

તો બીજી તરફ નેતા પ્રતિપક્ષ અને ભાજપ નેતા ગુલાબ ચંદ કટારિયાએ રાજસ્થાન સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને કલેક્ટર ઉદયપુર સાથે મારી વાત થઇ છે. કોઇપણ દોષીને છોડવામાં નહી આવે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed