રથયાત્રા સંપન્ન થયા બાદ ભગવાન માટે મંદિરના દ્વાર ખૂલ્યા… ગર્ભગૃહમાં પ્રવેશ આપીને પહેલા નજર ઉતારાઈ 

Views: 164
1 0
Spread the love

Read Time:2 Minute, 12 Second

અમદાવાદ :ઐતિહાસિક જગન્નાથજીની 145મી રથયાત્રા રંગેચંગે અને શાંતિથી સંપન્ન થઈ છે. ત્યારે આખી રાત બહાર રખાયેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમા પ્રવેશ અપાયો હતો. આજે ભગવાનને નિજ મંદિરના ગર્ભગુહમાં પ્રવેશ કરાવાયો હતો. ગર્ભગુહમાં પ્રવેશ કર્યા પહેલા નજર ઉતારવાની વિધિ કરાઈ હતી. તેના બાદ જ આરતી ઉતારાઈ હતી. 

નગરચર્યા કરીને આવેલા ભગવાન જગન્નાથે આખી રાત જ મંદિરના પ્રાંગણમાં રથમાં રાતવારસો કર્યો હતો. ત્યારે ગર્ભગૃહ પ્રવેશ બાદ આરતી કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં આરતી કરી હતી. તો બીજી તરફ, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. 

મંદિર બહાર આખી રાત રાતવાસો
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાન ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળતા તેમના પત્ની રૂઠ્યાં હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. 

નિજ મંદિરમાં પહોંચતા જ નજર ઉતારાય છે 
રથયાત્રા પૂરી થયા બાદ નજર ઉતારાય છે. નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed