રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી 

Views: 282
1 0
Spread the love

Read Time:4 Minute, 6 Second

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના તમામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, ભાવનગર જેવા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો વડોદરા, છોટાઉદેપુર અને આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે રવિવારે પણ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગની માહિતી પ્રમાણે 11 જુલાઈએ દક્ષિણ ગુજરાતના છોડાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, તાપી, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, મહિસાગર, સાબરકાંઠા, મહેસાણા, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

12 જુલાઈએ રાજ્યના આ વિસ્તારમાં થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાદ, દાદરા નગર હવેલી, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, આ સિવાય ખેડા, ભરૂચ, અમદાવાદ, નર્મદા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 

13 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, દમણ, વલસાદ, ભરૂચ, સુરત, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, નર્મદા, આણંદ, અમરેલી, પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાદ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 15 જુલાઈએ રાજ્યમાં ડાંગ, સુરત, વલસાદ, દમણ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક મુશ્કેલી પડી હતી. 

છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર વિસ્તારમાં સૌથી વધુ વિસ્તાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ વરસાદ પડ્યો છે. તો ક્વાંટમાં 17.3 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ થયો છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3931
0 0
1 min read