ગીર સોમનાથના નાનકડા ગામડામાં અડધી રાત્રે એવું તે શું બન્યું કે અચાનક દિવાળી જેવો માહોલ સર્જાયો 

Views: 165
1 0
Spread the love

Read Time:3 Minute, 20 Second

 ગીર સોમનાથના તલાલા જિલ્લાના એક નાનકડું હિરનવેલ ગામ આવેલું છે. હિરનવેલ ગામ સાસણગીરની એકદમ નજીક આવેલું ગામડું છે. આ ગામમાં ગઈકાલે (શનિવારે) મોડી રાત્રે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. હવે તમારા મનમાં એવું થશે કે એવું તે શું થયું કે અડધી રાત્રે ગામજનો કૂદકા મારી મારીને કૂદી રહ્યા છે. પરંતુ તેની પાછળ પણ એક મોટી જીતની કહાની છે. 

હિરનને ગામજનોના જશ્ન  પાછળની કહાનીની વાત કરીએ તો, શનિવારે હિરનવેલના ગ્રામજનો અને અમુક ગૌપ્રેમીઓ એક ગાયના મૃતદેહને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ લોકોનું કહેવું હતું કે, તેમના ગામમાં એક ગૌશાળાની જમીન હતી. જેમાં આઠ નિરાધાર ગાયો રહેતી હતી. આ ગાયોના લાલનપાલન માટે એક વિધો જમીન પણ હતી. પરંતુ વન વિભાગે આ ગૌશાળાને ગેરકાયેદસર દબાણ કહીને તોડી પાડી હતી.

આ ઘટનામાં વન વિભાગે આરોપ લગાવ્યો હતો કે ગ્રૌશાળાની એક વિધા જમીન પર ગેરકાયેદસર દબાણ હતું. જેણા કારણે અમે દબાણ તોડી પાડ્યું હતું. પરંતુ ગૌશાળા તૂટી જતા નિરાધાર ગાયો રઝળતી થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન જ એક ગાયનું સિંહે મારણ કર્યું હતું. ગૌશાળા તોડી પડાતા નિરાધાર ગાયોનો આશરો જતો રહ્યો હતો અને જેણા કારણે ગાયનું સિંહે મારણ કરતા તેનું મોત થયું હતું. આ ગાયના મૃતદેહ સાથે ગામજનો અને ગૌપ્રેમીઓનો ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ મૃત ગાયની સાથે તલાલા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. 
આ ઘટના દરમિયાન આપના નેતા પ્રવિણભાઈ રામ પણ ગામજનોની સાથે જોડાયા હતા. ત્યારબાદ તત્કાલ ધોરણે કલેક્ટર કચેરીએ એક બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવિણરામ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથના કલેક્ટર આર.જી. ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન વનવિભાગના એસઈએફને બોલાવવામાં આવ્યા હતા. આખરે બેઠક પુરી થઈ અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે, જે ગૌશાળાની જમીન હતી, તેની બિલકુલ નજીક એટલે કે 200 મીટરના અંતરે વનવિભાગે વધારે જમીન ફાળવવાની રહેશે, અને દબાણ તોડતી વખતે વનવિભાગે જેટલો સામાન લીધો હતો, તે સામાન પણ ગ્રામજનોને પરત આપવામાં આવે. આવા તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ અને તેની સાથે જ ગ્રામજનો અને ગૌપ્રેમીઓની મોટી જીત થઈ. ત્યારબાદ ગ્રામજનો અને ગૌપ્રેમીઓ ગામમાં આવીને અડધી રાત્રે પોતાની જીતનો જશ્ન આ અંદાજમાં મનાવ્યો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed