રાજ્યમાં આજે કોરોના કેસમાં બે દિવસના ઘટાડા બાદ આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 700 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 787 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 659 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.73 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4896 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4891 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,28,264 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 308 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 57, વડોદરા કોર્પોરેશનમાં 44, રાજકોટ કોર્પોરેશન 39, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, ભાવનગર કોર્પોરેશનમાં 22, જામનગર કોર્પોરેશનમાં 19 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે મહેસાણામાં 55, સુરતમાં 28, ભરૂચમાં 21, વડોદરામાં 21, ગાંધીનગરમાં 17, કચ્છમાં 16, પાટણમાં 16, રાજકોટમાં 14, વલસાડમાં 12, મોરબીમાં 10, નવસારીમાં 10, આણંદમાં 9, અમદાવાદમાં 7, અમરેલીમાં 6, ખેડામાં 5, સુરેન્દ્રનગરમાં 5, બનાસકાંઠામાં 4, અરવલ્લીમાં 3, પોરબંદરમાં 3, ભાવનગરમાં 2, જામનગરમાં 2, સાબરકાંઠામાં 2, તાપીમાં 2, દાહોદમાં 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.
જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 245 દર્દી સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 67, વડોદરા કોર્પોરેશનમાં 31, રાજકોટ કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, ભાવનગર કોર્પોરેશનમાં 48 અને જામનગર કોર્પોરેશનમાં 9 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 63, સુરતમાં 12, ભરૂચમાં 11, વડોદરામાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 17, પાટણમાં 27, રાજકોટમાં 6, વલસાડમાં 11, મોરબીમાં 1, નવસારીમાં 10, આણંદમાં 11, અમદાવાદમાં 7, અમરેલીમાં 7, ખેડામાં 4, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 8, પોરબંદરમાં 1, ભાવનગરમાં 2, જામનગરમાં 2, સાબરકાંઠામાં 3, તાપીમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9 અને જૂનાગઢમાં 4 દર્દીઓ સાજા થયા છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 71,862 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 891 ને રસીનો પ્રથમ અને 1,741 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 142 ને રસીનો પ્રથમ અને 713 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,390 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2,039 ને રસીનો પ્રથમ અને 3,337 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,609 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,26,39,058 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.