અમદાવાદના વરસાદમાં યુવકને મળ્યું દર્દનાક મોત, લાઈવ વાયર અડતા જ ભડથું થઈ ગયો 

Views: 309
1 0
Spread the love

Read Time:2 Minute, 12 Second

શનિવારે રાતે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ફરીથી અમદાવાદના અનેક વિસ્તારો ધોધમાર વરસાદથી પાણીમાં ગરકાવ થયા હતા. આ વરસાદી પાણી ભરવાના કારણે એક વ્યક્તિનું કરંટ લાગવાથી દર્દનાક  મોત થયુ છે. ગોરના કુવા પાસે મણિનગરમાં વરસાદી પાણી ભરવાના કારણે બાઈક ચાલકને કરંટ લાગ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ વિભાગની બેદરકારી આ ઘટનામાં છતી થઈ છે. આખરે કેમ રસ્તા પર ખુલ્લો વીજ વાયર છોડી દેવાયો હતો. 

અમદાવાદમાં વીજ કરંટ લાગતા એક યુવકનુ મોત નિપજ્યુ હતું. શનિવારે રાતથી જ અમદાવાદમા અચાનક વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, ધીરે ધીરે વરસાદની ગતિ વધતા ચારે તરફ પાણી ભરાયા હતા. આવામાં રણજીત પ્રજાપતિ નામનો એક યુવક પોતાની બાઈક અમદાવાદના પૂર્વમાં આવેલ જશોદાનગર વિસ્તારની ત્રિપદા સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. યુવકને ખબર ન હતી કે, પાણીમાં ખુલ્લો વીજ વાયર પડ્યો છે. યુવક આ વીજ વાયરને અડી જતા તેને ભારે કરંટ લાગ્યો હતો, અને તે ત્યાં જ ભડથુ થઈ ગયો હતો. 
આ ઘટના બનતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, અમદાવાદ જેવા મેગા સિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વીજ વિભાગની બેદરકારી છતી થઈ છે. આખરે વરસાદમાં કેમ વીજ વાયર ખુલ્લા મૂકી દેવાયા. કામગીરી બાદ રસ્તા પર વીજ વાયરોને કેમ આ રીતે મૂકાયા. કામગીરી બાદ ખુલ્લા વાયર હટાવવાની જરૂર હતી. કોર્પોરેશન અને વીજ વિભાગની બેદરકારીથી અનેક વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકોના જીવ પર જોખમ આવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed