દેશી દારૂનો દાનવ 8 ગામના 29ને ભરખી ગયો, સ્મશાનભૂમિમાં ફેરવાયા ગામ, જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો રોજિદ પહોંચ્યા 

Views: 211
1 0
Spread the love

Read Time:5 Minute, 20 Second

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.

અત્યાર સુધીમાં 29 લોકોના મોતમાં રોજિંદમાં 9, પોલારપુરમાં 2, ભીમનાથમાં 1, ચદરવામાં 2, રાણપુરમાં 1, દેવગનામાં 3, રણપુરીમાં 1, કોરડામાં 1, ધંધુકા તાલુકાના 9 મળીને કુલ 29 લોકોના મોત નિપજ્યા છે. બીજીતરફ પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે. રોજિદ ગામે મૃતકના પરિવારજનોની મુલાકાતે કોંગ્રેસનું મોવડી મંડળ પહોંચ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો રોજિદ પહોંચ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ
1 ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા
2 પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
3 વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
4 સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
5 હરેશ આંબલિયા, રહે. ધંધુકા
6 જટુભા લાલુભા, રહે. રાણપરી
7 વિજય પઢિયાર, રહે. રામપરા
8 ભવાન નારાયણ, રહે. વેયા
9 સન્ની રતિલાલ, રહે. પોલારપુર
10 નસીબ છના, રહે. ચોકડી
11 રાજુ, રહે. અમદાવાદ
12 અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
13 ભવાન રામુ, રહે. નભોઈ
14 યમન રસીક, રહે. ચોકડી

રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 29એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. દિવ્યભાસ્કર પણ રોજિદ ગામે પહોંચ્યું છે. હાલમાં બરવાળા પોલીસે 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપી ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કર્યો છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે.

અંતિમસંસ્કારમાં લોકોની ભીડ

અંતિમસંસ્કારમાં લોકોની ભીડ

હાલ રોજિદ ગામના સ્મશાનગૃહમાં જગ્યા ખૂટતા જમીન પર જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે

હાલ રોજિદ ગામના સ્મશાનગૃહમાં જગ્યા ખૂટતા જમીન પર જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે

એકસાથે 5-5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે જેમા રોજિદ ગામમાં મોતનો આંકડો 9 એ પહોંચ્યો છે. વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. બીજીતરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે. હાલમાં ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

કમકમાટી ભરી આ તસવીર રોજિદા ગામની છે જ્યાં 5-5 મૃતદેહોને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાન લઈ જઈ રહ્યા છે

કમકમાટી ભરી આ તસવીર રોજિદા ગામની છે જ્યાં 5-5 મૃતદેહોને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાન લઈ જઈ રહ્યા છે

હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed