દારૂના ગેરકાયદે ધંધામાં બૂટલેગરોની કમાણી નાના ઉદ્યોગપતિઓ કરતા પણ વધુ છે. પોલીસે પકડેલા બે બુટલેગરો દ્વારા 44 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યભરમાં દારૂ સપ્લાય કરતા અન્ય એક બૂટલેગરનું ટર્નઑવર 200 કરોડ કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂનું નેટવર્ક આયોજનપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં થયો છે.
200 કરોડનું ટર્નઓવર ધરાવતા બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગડરીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ.
ગુજરાતના કુખ્યાત ગણાતા નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા દારૂના નેટવર્કમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંનો હવાલો અપાતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે બન્નેના આંગડિયા દ્વારા કરાતા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા કુલ 44 કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બન્ને ઉપરાંત તેમના મળતિયાઓના 20 બેન્ક ખાતા સીઝ કર્યા છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ વ્યવહારો થયા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. નાગદાન અને વિનોદ સિંધી પાર્ટનરશીપમાં દારૂનો ધંધો કરે છે. વડોદરાના કરજણ અને અમદાવાદના કણભા ખાતેના ગુનામાં બંન્નેની ધરપકડ કરાઈ હતી.
બીજી તરફ,,સ્ટેટ મોનિટરીંગ સેલે ગોવાથી નવાપુરામાં દારૂ લાવી ત્યાંથી ગુજરાતમાં સપ્લાય કરનારા બુટલેગરને મુંબઈથી પકડયો હતો. તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનુ હોવાનું બહાર આવ્યું છે. આટલું જ નહીં તેના ફોન રેકોર્ડમાં દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. મહિને બે કરોડનો હપ્તો આ બુટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ હોવાનું સુત્રોનું કહેવુ છે.
દારૂના પેમેન્ટની હેરાફેરી- માટે બે આંગડિયા પેઢી સામે તપાસ થશે
પોલીસે નાગદાન અને તેના પાર્ટનર વિનોદ સિંધીના દ્વારા જે આંગડિયા પેઢીઓ દ્વારા પૈસાની હેરફેર કરવામાં આવતી હતી તેની સામે તપાસ શરૂ કરી છે. પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢીએ ખાતે છેલ્લા છ મહિના દરમિયાન નાગદાનના નવ કરોડ અને વિનોદ સિંધીના 35 કરોડ ઉપરાંતના વ્યવહારોનું હોવાનું બહાર આવ્યું છે.
એક જ બૂટલેગરનું ગોવાથી ગુજરાત સુધીનું નેટવર્ક, દારૂ માટે નવાપુરામાં 7 ગોડાઉન
બીજી તરફ… સ્ટેટ મોનિટરીંગ સેલે ગોવાથી નવાપુરામાં દારૂ લાવી ત્યાંથી ગુજરાતમાં સપ્લાય કરનારા બૂટલેગરને મુંબઈથી પકડયો હતો. તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનું હોવાનું બહાર આવ્યું છે. આટલું જ નહીં તેના ફોન રેકોર્ડમાં દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. મહિને બે કરોડનો હપ્તો આ બુટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ હોવાનું સુત્રોનું કહેવંુ છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દારૂનો સપ્લાય કરનારા બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરીને સ્ટેટ મોનિટરીંગ સેલે મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડયો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નવાપુરા ખાતે સાત જેટલા દારૂના ગોડાઉન રાખી પિન્ટુ સાઉથ ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો. ગોવાથી દારૂ લાવી નવાપુરાના ગોડાઉનમાં ભરી રાખતો હતો અને ત્યાંથી ટ્રકો મારફતે ગુજરાતમાં સપ્લાય કરતો હતો.
જ્યારથી સ્ટેટ મોનિટરીંગ સેલ એકટિવ થયું ત્યારથી ટ્રકોના બદલે નાની નાની કારમાં દારૂ સપ્લાય કરતો હતો. અત્યાર સુધી તે દારૂના 33 ગુનામાં વોન્ટેડ હતો. અને દારૂના ધંધામાં તે 200 કરોડથી વધુનું ટર્નઓવર કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આટલું જ નહીં, તેના ફોન રેકોર્ડમાંથી પણ આઈપીએસ સહિત પોલીસ અધિકારીઓનાં નામો ખુલ્યા હોવાનું પોલીસ સુત્રોનું કહેવુ છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.