GUJRATINEWS: લમપીગ્રસ્ત થી પીડિત જલાયો ગામ

Views: 181
1 0
Spread the love

Read Time:3 Minute, 6 Second

GUJRATINEWS:બનાસકાંઠાના જલોયા ગામમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ ગામમાં અમુક લોકોનું ગુજરાન ગાયોથી ચાલતું હોય છે . તેવામાં હવે જ્યાં જોવો ત્યાં આ ગામ માં લમપી વાયરસ થી અસરગ્રસ્ત પશુઓ જોવા મળી રહ્યા છે. આ ગામમાં રહેતા ભેમજીભાઈ રબારીને આ વિશે પૂછતાં તેમણે તેમની પીડા વ્યક્ત કરતા કહયું કે ,”અમારે 100 ગાય હતી, એમાંથી 50 મરી ગઈ. એમાં 30 ગાય દૂધ આપતી હતી, એમાંથી અમારું ગુજરાન ચાલતું હતું. હવે અમારે શું કરવું? અમારી સ્થિતિ કફોડી બની ગઈ છે.” ભેમજીભાઈના આ વાક્યો થી ગ્રામજનોની લમ્પી વાયરસ ને લઇ પીડા સાફ સાફ દેખાયી રહ્યી છે.

લમ્પી વાઇરસની ઈજાગ્રસ્ત 181 ગાયોના મોત

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ,બનાસકાંઠાના 410 ગામમાં લમપી વાયરસ એ હાહાકાર મચાવ્યો છે. એમાં ભારત-પાકિસ્તાન બોર્ડરે આવેલા જલોયા ગામનો પણ સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં સરકારી આંકડાઓ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં 181 જેટલી ગાયોના લમપી વાયરસથી મોત થયા છે . તેમાંથી મોટા ભાગની ગાયો જલોયા ગામની છે.આ ગામના લોકોનું ગુજરાન પશુપાલન દ્વારા ચાલતું હતું . ત્યારે હવે આ ગામમાં લમપી વાયરસએ ઉધમ મચાવતા ત્યાંના સ્થાનિકોને સમજાતું નથી કે હવે આવામાં એ પોતાનું ગુજરાન કેવી રીતે કરે. તેથી ગ્રામજનોએ સરકાર તેમને આગળ સહાય કરે તેવી માંગ કરી છે .

પેટે પાટો બાંધી ગત મહિને ખરીદેલ ગાયો મોતને ભેટી
ગામના કાનજીભાઈ રબારીએ કહ્યું કે ,”અમારી જોડે 40 ગાયો હતી. જેમાંથી હાલ 25 ગાયો બચી છે ,એમાં પણ 5 ગાયો લમ્પીગ્રસ્ત છે . 40 ગાયો માંથી 15 ગાયો મોતને ભેટી છે. પેટે પાટા બાંધીને ભેગી કરેલી મૂડીમાંથી 10 ગાય તો મે ગયા મહિને જ ખરીદી હતી. એ તમામ ગાયો મરી ગઇ છે. હવે મારે શું કરવું? સરકાર કંઇક મદદ કરે એવી આશા રાખીએ છીએ

ગ્રામજનોની સરકાર પાસે સહકારની આશા
જલોયા ગામના અગ્રણી મહાદેવભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં લમપી વાયરસએ ઉધમ મચાવ્યો છે.અમારા ગામને સરકાર તરફથી કોઇ સાથ સહકાર મળતો નથી. અનેક ગાયો લમપી વાયરસથી ઈજાગ્રસ્ત થઈને મોતને ભેટી રહ્યી છે. જ્યારે ગામમાં હાલમાં પણ દરરોજની અનેક ગાયો મરી રહી છે. જો આમ જ ચાલ્યું તો ગામમાં ગાયો રહેશે જ નહિ. જો સરકાર કોઈ સાથ -સહકાર આપે તો અમે ગાયોને બચાવી શકીએ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed