Aravali-heavy-rain-news : અરવલ્લીમાં મેઘરાજાનું તાંડવ ; છેલ્લા 24 કલાકમાં સાડાનવ ઇંચ વરસાદ ખાબક્યો

Views: 216
0 0
Spread the love

Read Time:2 Minute, 22 Second
Aravali-heavy-rain-news:હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી જિલ્લામાં બધે ધોધમાર વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ નોંધાતા તમામ વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. અમુક સ્થળે ભારેથી અતિ ભારે તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે. હજી પણ મેઘરાજાનું તાંડવ ચાલુ જ છે. અરવલ્લી જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પૂર આવતાં નદીકાંઠાનાં તમામ ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યાં છે.

ભિલોડા-શામળાજીમાં મેઘરાજાનો મહેર
આજે મંગળવારે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારો જેમકે ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથમાં પાણી ભરાયા છે. અસહ્ય ગરમી બાદ હવે વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા મંદિર પરિસર અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે.

નદીકાંઠાના તમામ ગામોને હાઈ એલર્ટ કરાયા
ભિલોડા અને શામળાજીમાં ધોધમાર વરસાદ નોંધાતા હાથમતી અને બુઢેલી નદીઓમાં પૂર આવ્યું છે. તેમજ લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ પૂર આવ્યું છે.આમ આ ત્રણેય નદીમાં પૂર આવતા ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.આ ઘટના બાદ નદી કિનારાના 20થી વધુ ગામડાંને હાઈ એલર્ટ કરાયાં છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલ મેઘાનો મહેર ધનસુરા – 23 મિમી,ભિલોડા – 48 મિમી,મેઘરજ – 96 મિમી,બાયડ – 04 મિમી,માલપુર – 24 મિમી,મોડાસા – 49 મિમી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed