kashmir-bus-accident-news : કાશ્મીરના પહલગામમાં ITBPની બસ નદીમાં પડતા 10થી વધારે જવાનોનાં મોત, દરેક જવાનો અમરનાથ યાત્રા ડ્યૂટીમાં તહેનાત હતા

Views: 209
0 0
Spread the love

Read Time:1 Minute, 46 Second
kashmir-bus-accident-news:ITBPની બસ 39 જવાનને લઈને જતી હતી. તે દરમિયાન કાશમીરના પહલગામમાં બસ ની બ્રેક ફેલ થવાને કારણે નદીમાં પડી હતી. ગાડીમાં 39 જવાનો મુસાફરી કરી રહ્યા હતા એમાં 10થી વધારે જવાનોનાં મુર્ત્યું થયા છે. સૂત્રોના મુજબ , આ બસ દુર્ઘટના બ્રેક ફેલ થવાને કારણે થયી હતી . જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. આ બસમાંથી 37 જેટલા જવાન ભારત-તિબેટ સીમાના પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. બધા ઘાયલ જવાનોને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે.

પહલગામ SDPO ફહદ ટાકે જણાવ્યું હતું કે 3થી 4 કર્મચારીનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે. અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે.

હાલમાં જ અમરનાથયાત્રા પુરી થઇ છે. ત્યારે અમરનાથયાત્રામાં તહેનાત સૈન્ય જવાનોની ટુકડી પરત ફરી હતી.સૂત્રો અનુસાર માલુમ પડ્યું છે કે , ‘ બ્રેક ફેલ થવાને કારણે બસ ખાઈમાં જઈ પડી હતી.

આ બસ ઘટના પહલગામમાં સર્જાઈ હતી. પહલગામના SDPO ફહદ ટાકે જણાવ્યું હતું કે 3થી 4 જવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને અન્ય
જવાનો ખુબ જ ગંભીર રીતે ઘાયલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed