AAP નું નવું સંગઠન જાહેર, ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યુગુરુને મોટો હોદ્દો સોંપાયો 

Views: 293
1 0
Spread the love

Read Time:2 Minute, 44 Second

અમદાવાદ :ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે. ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. તો સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. આપમાં પ્રમુખ ગોપાલ ઈટાલિયા સિવાય આખું સંગઠન વિખેરવામાં આવ્યું છે. નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે, હજી બીજુ લિસ્ટ આવશે તેવું પણ જણાવાયુ છે. 

નવા સંગઠનની જાહેરાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ કે, આજનો દિવસ આપના કાર્યકર્તા માટે ઇતિહાસ છે. એક તાકાતવાળું વિશાળ માળખું બનવાની જરૂર હતી, જેમાં જૂનું માળખું વિખેર્યું છે. ગત મહિને અમે પરિવર્તન યાત્રા કાઢી હતી. આ પરિવર્તન યાત્રા અમે વિધાનસભાની 182 સીટ પર કાઢી હતી અને આ યાત્રામાં લોકોનો સારો પ્રતિસાદ રહ્યો હતો. ગામડા બેઠકમાં અને 10 હજાર ગામડાની ઓળખ કરી છે. ગુજરાતના લોકો હવે બદલાવ માટે તૈયાર છે. નવા માળખામાં ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સ્ક્રેટ્રી બનાવ્યા છે. લોકો વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. જનતા સાથે અને પરમાત્માના આશીર્વાદ હશે તો આ વખતે ચોક્કસ બદલાવ આવશે. 

ઈશુદાન ગઢવીએ કહ્યુ કે, અમારા પદાધિકારીઓનું પહેલી લિસ્ટ જાહેર થઈ ગયુ છે. તમામને અભિનંદન આપીએ છીએ. હજી બીજુ લિસ્ટ આવશે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી રહશે. એટલે કે એક વિધાનસભામાં ચાર બ્લોક પાડવામાં આવ્યા છે. આજના લિસ્ટમાં જેમના નામ રહી ગયા છે એમનું નામ બીજા લિસ્ટમાં આવશે. તમામ લોકોને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવશે. 

તો સંદીપ પાઠકે કહ્યુ કે, સંગઠન બે પ્રકારના છે. જેમાં એક મોટું હોય છે, બીજું સ્વસ્થ સંગઠન હોય છે. ગુજરાતમાં આપના મુખ્યમંત્રીનો ચહેરો પણ યોગ્ય સમયે જાહેર કરીશું. અમારી પાર્ટી મોટી થઈ રહી છે. ઇશુદાનને રાષ્ટ્રીય સ્તર પર ઉપયોગ કરીશું. સંગઠન બદલવાનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી મોટી થઈ રહી છે. 
#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed